એક નહીં, 40 વિદ્યાર્થીએ બ્લેડથી હાથ પર માર્યા કાપા, કારણ જાણશો તો ચોંકી જશો!
અમરેલીઃ ગુજરાતની સ્કૂલમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. રમત કહો કે મજા માટે સ્કૂલના એક નહીં, બલકે 40 જેટલા વિદ્યાર્થીએ પોતાના હાથ પર કાપા માર્યા હતા. પરિવારને એની જાણ થયા પછી પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને ગ્રામ પંચાયતની સાથે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કર્યા પછી માતાપિતા સાથે સ્કૂલ પ્રશાસનને બેદરકાર નહીં રહેવાની તાકીદ કરી હતી.
સ્કૂલ પ્રશાસન પાસે કોઈ જવાબ જ નહોતા
અમરેલી જિલ્લાની મુંજિયાસર પ્રાથમિક સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. પાંચમાથી આઠમા ધોરણના 40 વિદ્યાર્થીએ પોતાના હાથ પર બ્લેડથી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ પછી ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવથી નારાજ પરિવારના સભ્યોએ સ્કૂલ પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું, પરંતુ તેમની જવાબ નહીં મળતા ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી, ત્યાર પછી પોલીસ પ્રશાસનને પણ બનાવની જાણ કરી હતી.
બનાવની ગંભીરતા જોઈને પોલીસે કર્યો હસ્તક્ષેપ
સ્કૂલમાં એક નહીં, પણ 40 જેટલા વિદ્યાર્થી આ પ્રકારનું પગલું ભરે ગંભીર બાબત હોવાથી પોલીસે પણ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સ્કૂલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને બાળકોની પણ પૂછપરછ કરી હતી. વધુ વિગતવાર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓએ આ પગલું વીડિયો ગેમ નહીં, પણ ટ્રૂથ એન્ડ ડેર ગેમને કારણે કર્યુ હતું.
પૈસાની લાલચ આપતા વિદ્યાર્થીઓએ ભર્યું પગલું
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ સ્કૂલના અન્ય વિદ્યાર્થીને પોતાના હાથ પર બ્લેડથી કાપા મારવાની ચેલેન્જ આપી હતી. ચેલેન્જ સ્વીકારનારાને દસ રુપિયા આપવામાં આવશે અને નહીં કરનારાને પાંચ રુપિયા આપવા પડશે. આ ચેલેન્જને સ્વીકારીને લગભગ 40 વિદ્યાર્થએ પેન્સિલ શાર્પનરની બ્લેડથી પોતાના હાથ પર નિશાન બનાવ્યા હતા, ત્યારબાદ આ બનાવની સ્કૂલના શિક્ષણ અધિકારીને આપવામાં આવી હતી.
આ બનાવ પછી પોલીસે માતાપિતાને કરી તાકીદ
પોલીસે આ બનાવ અંગે સ્પષ્ટતા કરી હતી અન ઘટના ટ્રુથ એન્ડ ડેર ગેમ સંબંધિત છે નહીં કે કોઈ ઓનલાઈન ગેમ. બીજી બાજુ પોલીસે કહ્યું હતું કે આ બનાવ પાછળ માતાપિતા અને સ્કૂલ પ્રશાસનની બેદરકારી જવાબદાર છે. પોલીસે આ બનાવ પછી માતાપિતાને પણ કડકપણે બાળકો પર નજર રાખવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, સ્કૂલ પ્રશાસનને પણ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આ પ્રકારના કારસ્તાન કરે નહીં એના માટે ચોકસાઈ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
