પોતાને હેલ્પલેસ અનુભવું છુંઃ અમિતાભ બચ્ચન કઈ વાતથી છે પરેશાન…
Big B Feeling Helpless: અમિતાભ બચ્ચનનો પરિવાર ચર્ચામાં છે. પત્ની જયા બચ્ચન હોય કે પછી દીકરો અભિષેક અને ઐશ્વર્યા કે દીકરી શ્વેતા નંદા જ કેમ ના હોય. બચ્ચન પરિવારના સભ્યોના આંતરિક સંબંધોમાં વિખવાદ ચાલી રહ્યા હોવાને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે ત્યારે આ સંજોગોમાં પોતાની જાતને હેલ્પલેસ અનુભવતા હોવાનું નિવેદન આપીને અમિતાભ બચ્ચન ચર્ચામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચન અત્યારે તો પોતાના ક્વિઝવાળા રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝનને લઈ ચર્ચામાં છે, ત્યારે હવે પોતાની ઈમોનશલ બ્લોગને લઈ ચાહકોને ચિંતામાં મૂક્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશાં પોતાની અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડતા હોય છે અને એના માટે ખાસ તો બ્લોગ લખે છે કે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકતા હોય છે ત્યારે તાજેતરમાં તેના સંબંધિત એક પોસ્ટ લખીને બિગ બીએ પોતાને હેલ્પલેસ હોવાનું જણાવ્યું હતું. પોતાના શોના સેટ પરથી પાછા ફરતી વખતે બચ્ચને લખ્યું હતું. નવી સિઝન અંગે જાણકારી આપતા એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.
બિગ બીના શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટેન્ટના સંઘર્ષો અંગે પણ માહિતી શેર કરી હતી, ત્યારે બિગ બીએ અમુક તસવીરો શેર કરી હતી. કેબીસીના કન્ટેસ્ટન્ટને લઈ બિગ બી પરેશાન છે, જ્યારે તેના અંગે બિગ બીએ અમુક સ્ટોરી પણ શેર કરી હતી. હોટ સીટ પર બેસીને બિગ બીએ લખ્યું હતું કે આટલા સંઘર્ષો પછી પણ સ્માઈલ સાથે હોટ સીટ પર બેસે છે.
આ ગેમમાં પણ આ વખતે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત ભાવના છે, જે આપણા સૌના પર હાવિ થાય છે. એટલું જ નહીં, કન્ટેસ્ટન્ટનું પરિણામ અને તેમના સંઘર્ષો હંમેશાં યાદગાર રહે છે. બચ્ચને પોસ્ટમાં લખ્યું છે ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેંગી, જવાબ તો દેના હોગા….
હવે મૂળ વાત લખીએ બિગ બીએ લખ્યું છે કે અચાનક પોતાને હોટ સીટ પર આવતા એ પળની ભાવનાઓથી અભિભૂત થઈ જાય છે. એના સિવાય બિગ બીએ હોટ સીટ પહોંચવાની તેમની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ચાહકો પણ આ શોની ઈંતઝારી કરી રહ્યા છે ત્યારે જણાવી દઈએ હવે કૌન બનેગા કરોડપતિની સિઝન શરુ થવાના થોડા દિવસો બાકી રહ્યા છે. આમ છતાં આ અંગે નિર્માતાએ કોઈ તારીખની જાહેરાત કરી નથી, જ્યારે અત્યાર સુધીમાં પ્રીમિયરની તારીખ પણ જાહેર કરી નથી.