July 1, 2025
મનોરંજન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લેશે નિવૃત્તિ, ચાહકોમાં જાગી ઉત્સુકતા?

Spread the love

મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન હવે 70 નહીં, 80 વર્ષ પાર કરી ચૂક્યા છે, ત્યારે તાજેતરમાં બિગ બીના માત્ર એક સંકેતને લઈને નિવૃત્તિની અટકળોએ જોર પકડ્યું છે. 82 વર્ષના અમિતાભ બચ્ચનની સેન્સ ઓફ હ્યુમરનો પણ કોઈ જવાબ નથી, કારણ કે ગમે ત્યારે એવા સંકેત આપે છે, જે વાતને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી જાય છે. તાજેતરમાં બચ્ચને તાજેતરમાં એવી વાત જણાવી હતી, જેનાથી લોકો તેમની નિવૃત્તિનો ક્યાસ લગાવી રહ્યા છે.

બોલીવુડના શહેનશાહ ગમે ત્યારે કોઈ પણ પોસ્ટ કરે ત્યારે તેમની પોસ્ટ પણ ચર્ચાનો વિષય બની જાય છે, જે મિનિટોમાં વાઈરલ થયા પછી લોકો તેના અંગે વિચાર વ્યક્ત કરવાનું ચૂકતા નથી. તાજેતરમાં એક એવી પોસ્ટ લખી હતી, જેનાથી કેબીસી શો અને એક્ટિંગમાંથી બચ્ચન નિવૃત્તિ લઈને ન્યૂઝ ચર્ચામાં રહ્યા છે, પરંતુ એની હકીકત શું છે એ જાણીએ.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બિગ બીએ તાજેતરમાં એક ટવિટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ટાઈમ ટૂ ગો અને એને લઈને લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. લોકોનો સવાલ એક જ હતો કે શું આપ લઈને નિવૃત્તિ લઈ રહ્યો છો. કેબીસીમાં શો નહીં કરો વગેરે જેવા સવાલો કરીને સોશિયલ મીડિયા પર બવંડર મચાવ્યું છે. અમિતાભ બચ્ચનના ટવિટ અને ઈન્સ્ટાગ્રામ પર લોકોએ સવાલ કર્યા હતા, જેના પર લોકો હવે જાણવા માટે ઉત્સુક છે.

એના પછી અમિતાભ બચ્ચન જ્યારે કેબીસી પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ઓડિયન્સે બિગ બીને ટવિટનું કારણ પૂછ્યું હતું એ વખતે બચ્ચનને પણ આશ્ચર્ય વ્યક્ત કરીને ટવિટના સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીને કહ્યું હતું કે ટાઈમ ટૂ ગો એમ કહેવામાં ગડબડ શું છે. જવાનો સમય આવી ગયો છો તો ઓડિયન્સમાંથી સવાલ કર્યો હતો કે ક્યાં જવાનો સમય આવી ગયો છે તો બિગ બી જવાબ આપ્યો હતો કે અરે ભાઈ સાહેબ, અમને કામ પર જવાનો સમય થઈ ગયો છે. ગજબ વાત કરો છો. રાતે જ્યારે બે વાગ્યે અહીંથી છૂટ્ટી મળે છે ત્યારે ઘરે પહોંચતા મોડું થઈ જાય છે અને ક્યારેક લખતા લખતા ઊંઘ આવી જાય છે, ત્યાં રોકાઈ જાય છે, ત્યાં સ્ટોપ થઈ જાય છે. બિગ બીનો જવાબ સાંભળીને લોકો મંચ પર પણ હસવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!