December 21, 2025
મનોરંજન

અભિષેક અને અમિતાભને નામે આ બાબતે ગિનીસ બુકમાં રેકોર્ડ છે, ના જાણતા હોય તો જાણો?

Spread the love

બોલીવુડના અભિનેતા અભિષેક બચ્ચન ફિલ્મ સિવાય સ્પોર્ટસની એક્ટિવિટીઝમાં સક્રિય રહે છે. અભિષેક ફિલ્મોમાં કામ કરે કે નહીં, પરંતુ ચાહકોમાં અભિષેક માટે વિશેષ લગાવ રહે છે. ફિલ્મોમાં કામ કરે કે ના કરે ચર્ચામાં અચૂક રહે છે. સેલિબ્રિટિઝનું ઘર આખું વર્ષ કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ફેબ્રુઆરી મહિનામાં બચ્ચન પરિવારના લાડલા અભિષેકનો જન્મ દિવસ આવે છે, તેથી પરિવારના એક રેકોર્ડની અજાણી વાતથી લોકો અજાણ હશે આજે આપણે એની વાત કરીએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિષેક બચ્ચનનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે, જ્યારે આ રેકોર્ડ પણ પોતાના પિતા બચ્ચન સાથે રહીને બનાવ્યો છે. આજના બર્થડેના દિવસે તમને જણાવીએ એ શું વિશેષતા છે.

પાંચમી ફેબ્રુઆરી 1976ના જન્મેલા અભિષેકનું રિયલ નામ તો બાબા બચ્ચન છે, જ્યારે આ નામ જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલું છે. બાબા બચ્ચન એક હીરો, બિઝનેસમેનની સાથે સિંગર તરીકે પણ ઓળખ મેળવી છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા એલઆઈસીના એજન્ટ તરીકે પણ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું, પણ એક નિષ્ફળ એક્ટર પાસે નામ પૂરતા અનેક બિઝનેસ પણ છે.

મૂળ વાત રેકોર્ડની કરીએ તો અભિષેક અને અમિતાભ બચ્ચને 2009માં ફિલ્મ પામાં એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેના અભિનયની પણ લોકોએ નોંધ લીધી હતી. આ જોડીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂકયું છે. અભિષેક બચ્ચને આ ફિલ્મમાં અમિતાભના પિતાની ભૂમિકા ભજવી હતી. આ એક એવી ફિલ્મ હશે, જે વાસ્તવમાં પિતા અને પુત્ર છે, પરંતુ ફિલ્મમાં પુત્ર એટલે અભિષેક બાબા અમિતાભના પિતાની ભૂમિકા ભજવી હતી. એક વિપરીત રોલ નિભાવીને બંનેએ એક નવા જ રેકોર્ડનું નિર્માણ કર્યું હતું.

ફિલ્મ નિર્દેશક આર. બાલ્કી દ્વારા નિર્દેશિત પા ફિલ્મ 2009માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની સ્ટોરી પણ સંવેદનશીલ હતી. અમિતાભ બચ્ચન અને અભિષેકે એકસાથે એક્ટિંગ કરીને લોકપ્રિય રહી હતી. પ્રોજેરિયા નામની દુર્લભ બીમારીની સ્ટોરી હોય છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 12 વર્ષના છોકરા ઓરોની ભૂમિકા ભજવે છે, જે એક વૃદ્ધ વ્યક્તિના માફક જોવા મળે છે. આ મુદ્દે અભિષેકનું પણ માનવું છે કે વર્ષો પહેલા ઈન્ડસ્ટ્રીમાં એવું કંઈ નહોતું. કોઈ ડાયરેક્ટર એક્ટરને લોન્ચ કરવા તૈયાર નહોતા. આમ છતાં હું ક્યારેય અટક્યો નહોતો, તેથી મેં અલગ અલગ ક્ષેત્રમાં ઝંપલાવીને આગળ વધ્યો હતો.

અભિષેકનું પિતા અમિતાભ સાથેનું બોન્ડિંગ મજબૂત હોવાની સાથે પત્ની ઐશ્વર્યા સાથે મજબૂત કનેક્શન છે. ઐશ્વર્યાની કારકિર્દીની અનેક અપ એન્ડ ડાઉન વચ્ચે એકબીજા વચ્ચે ક્યારેય કંઈ મીડિયામાં અહેવાલ મળતા નથી. બંને વચ્ચેના રિલેશન વચ્ચે પણ એક અજાણી વાત છે કે અભિષેકે બનાવટી રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું. કહેવાય છે કે આ રિંગનો ઉપયોગ ગુરુ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ રિંગ પણ ખોટી હતી.

ફિલ્મ ક્ષેત્રે 24 વર્ષથી વધુ કામ કરીને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સફળતા કરતા નિષ્ફળતાના ગ્રાફ વધુ રહ્યો છે. એક પછી એક પંદર જેટલી ફિલ્મો ફ્લોપ રહી હતી, પરંતુ સૌથી પહેલી ફિલ્મ રેફ્યુઝી (2000) સુપરહીટ રહી હતી. રેફ્યુઝી ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે ઓટીટી પર નામ કમાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં લૂડો અને બ્રીથમાં કામ કર્યું હતું.

અભિષેક બચ્ચનની હીટ ફિલ્મોમાં સરકાર, દસ, બ્લફમાસ્ટર, કભી અલવિદા ના કહના, ધૂમ-ટૂ, ગુરુ, સરકાર રાજ, દોસ્તાના, પા, બોલ બચ્ચન, ધૂમ-3, હેપ્પી ન્યૂ યર વગેરે છે, જ્યારે પા ફિલ્મ માટે તો અભિષેકને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

હવે અભિષેક ફિલ્મોમાં જોવા મળતો નથી, પરંતુ ચાહકો તેની એક્ટિંગ પસંદ કરે છે. અભિષેક ફિલ્મો સિવાય ઘણા બધા કામ કરે છે. કબડ્ડી જેવી ઈવેન્ટમાં પણ જોવા મળે છે, જ્યારે ટીમની ફ્રેન્ચાઈઝી પણ લે છે. અનેક વખત તો ટ્રોલર્સને પણ જવાબ પણ આપતા ખચકાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!