Sunday Special: મહિલા પ્રવાસીને પૈસા કરતા ભારતનો વૈભવ પસંદ પડ્યો, જાણો કોણ છે?
વિદેશ જવાની આંધળી દોટ વર્ષોથી નવ જુવાનિયા, મહિલાઓ હોય કે વૃદ્ધોમાં જોવા મળી છે એના માટે ઝડપી કમાઈ લેવાની ઈચ્છા જવાબદાર છે. જોકે, ભારતીયો તો પૈસા કમાવવા જઈને ત્યાં જ વસી જતા હોય છે, જ્યારે અમુક જ વતન પાછા ફરતા હોય છે. ભારતીયોને તો ભારત ગમે પણ વિદેશીઓને ભારતની સાથે સંસ્કૃતિ-અનુભવો અને રીતભાત પસંદ પડ્યા એની ચર્ચા વિતેલા સપ્તાહમાં વિશેષ રહી. પણ વિદેશીઓને ભારત પસંદ પડવા લાગ્યું છે એની વાત એક વિદેશી મહિલા પ્રવાસીના સ્વઅનુભવ સાથે જોઈએ. જેને ભારતની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને લોકોની રીતભાત પસંદ પડી. ભારત ફરવા આવી, પરંતુ પતિ અને ત્રણ બાળકો સાથે અમેરિકન મહિલા ઈન્ડિયામાં વસી ગઈ અને એનું કારણ પણ તમે જાણશો તો ચોંકી જશો તેમ જ ખુશી પણ થશે કે કોઈએ તો ઈન્ડિયાની કદર કરી. ચાલો જાણીએ એ મહિલા કોણ છે જેને ભારત પસંદ પડી ગયું એ પણ દિલથી.
ત્રણ બાળકો અને પતિ સાથે વસી ગઈ
આમ તો 140 કરોડની વસ્તીવાળા વિકાસશીલ દેશ છે, જ્યાં દરેક ધર્મના લોકો રહે છે. દરેક ધર્મના લોકો પોતાના ધર્મ-સંસ્કૃતિ પ્રમાણે તહેવારોનું સેલિબ્રેશન કરે છે. ભારતીયો લોકો વિદેશમાં જાય છે એ જ રીતે વિદેશીઓ પણ ભારત આવે છે એવી જ અમેરિકન મહિલા ભારત આવી અને ભારતને બધુ માની લીધું. આ મહિલા એકલી નહીં, પરંતુ પતિ અને ત્રણ બાળકો સાથે ભારત આવી અને વસી ગઈ હતી.
ક્રિસ્ટન ફિશરને કેમ ભારત પસંદ પડ્યું?
અમેરિકન મહિલાને ભારતની એવી ધૂન તો લાગી કે ભારતને બીજું ઘર બનાવી લીધું. અને એના મનની વાત જાણીને તમને ભારત માટે ગૌરવ થશે. યસ, આ મહિલાનું નામ છે અમેરિકન ક્રિસ્ટન ફિશર છે, જે અમેરિકાથી 2017માં આવી અને દિલ્હીમાં વસી ગઈ. અમેરિકન ટ્રાવેલર ક્રિસ્ટન ફિશરે કહ્યું કે અમેરિકામાં લોકો પોતાની દુનિયામાં જીવે છે. એનાથી બહાર આવતા નથી. અમેરિકામાં સોશિયલ કનેક્ટિવિટી નથી. એટલું જ નહિ, કમ્યુનિટીનો અભાવ છે. એનાથી વિપરીત ભારતમાં કલ્ચર અને લાઇફસ્ટાઇલ શાનદાર છે, જે પાસેથી વધારે કિંમતી છે.
ભારતમાં બધુ પર્ફેક્ટ છે
અમેરિકાથી ભારત ફરવા આવેલી ક્રિસ્ટન ફિશરે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે દર વખત મારી સામે એક સવાલ ઊંભો થાય કે અમેરિકા કેમ છોડ્યું તો એનો જવાબ આપતા તેને કહ્યું હતું કે અમેરિકા પણ સારું છે તેમ જ ભારતમાં જગ્યાનો અભાવ તેમ જ અમેરિકા માટે મને પ્રેમ પણ છે. આખો પરિવાર મારો અમેરિકામાં હોવા છતાં ભારતમાં બધું પરેફ્કટ છે. અમેરિકામાં બધા એકલા રહે છે, તેથી સામુદયિકતા, સંસ્કૃતિ અને જીવનનો અભાવ જોવા મળે છે, જ્યારે ભારતમાં બધુ મળી જાય છે.
અમેરિકા પૈસા વધારે હશે પણ ભારત પાસે વૈભવ છે
સોશિયલ મીડિયા પર ક્રિસ્ટનને લખ્યું છે કે લોકો માને છે કે અમેરિકામાં ઘણી બધી સુવિધા છે, જ્યારે ભારતમાં રહેવા જેવું નથી, પરંતુ આ બંને વાતને હું પડકારી શકું છું. મને લાગે છે કે ભારતમાં બાળકો રહીને પણ સફળતા હાંસલ કરી શકે છે. તેમની પાસે જીવન, અનુભવ અને સમાજ છે, પરંતુ અમેરિકામાં નથી. અમેરિકા પાસે પૈસા વધારે હશે, પણ વૈભવ તો ઈન્ડિયા પાસે છે. બાકી અમેરિકામાં ભારત જેવા સંબંધો, સમાજ અને અનુભવો નથી.
ક્રિસ્ટન ફિશરે પોતાની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. ભારતીય યુઝરની સાથે સાથે અનેક વિદેશી લોકોએ પણ એના અંગે પ્રતિભાવ આપ્યો હતો અને અમુક લોકોએ તો પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.