December 21, 2025
ઈન્ટરનેશનલ

અમેરિકા WHOમાંથી બહારઃ ટ્રમ્પે બાઈડનના કાર્યકાળના 78 નિર્ણય કર્યાં રદ

Spread the love

કેનેડા અને મેક્સિકો પર લાગશે 25 ટકા ટેરિફ, ટ્રમ્પનું કેટલા મિનિટનું ભાષણ હતું?

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માંથી બહાર થવાનો પણ સમાવેશ થાય છે. હૂમાંથી બહાર થવાની સાથે બાઈડેન કાર્યકાળમાં કરવામાં આવેલા 78 મોટા નિર્ણયને પણ કેન્સલ કર્યા છે. એના સિવાય મેક્સિકો બોર્ડર પર પણ ઈમર્જન્સી લગાવીને સેના મોકલવાનો આદેશ ાપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં સૌને ફ્રી સ્પીચ રહેશે તેમ જ કોઈના પર પણ પ્રતિબંધ રહેશે નહીં. સરકારી સિસ્ટમમાં કટ્ટરવાદી વિચારધારાને ખતમ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન જસ્ટિસ સિસ્ટમના ક્રૂર, હિંસક અને અને ગેરકાયદે હથિયારીકરણ સમાપ્ત કરવામાં આવશે. સમૃદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણ માટે સરકાર પ્રતિબંધ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ કર્યા પછી 30 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં ટ્રમ્પે અમેરિકાના શ્રેષ્ઠ બનાવવાની સાથે વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી હતી. અમેરિકાની સ્થાનિક નીતિઓમાં સુધારાની સાથે બાકી દેશ પર ટેક્સ લગાવવાની નીતિનો પણ સમાવેશ હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા આદેશ

– ટ્રમ્પે અમેરિકાની સાઉથ આર્મી પર ઈમરજન્સી જાહેર કરી છે, જ્યાં સેના મોકલવાનો પણ આદેશ આપ્યો છે.

– અમેરિકામાં થર્ડ જેન્ડરને તાત્કાલિક અસરથી ખતમ કર્યો છે, જેમાં બે જેન્ડર જ રહેશે.

– કોવિડના કારણે જે લોકોનું નોકરી ગઈ તેમને ફરી નોકરી મળશે.

– પેરિસ એગ્રીમેન્ટમાંથી પણ અમેરિકા બહાર થશે.

– સરકારી સેન્સરશિપને અમેરિકાએ પૂરી રીતે ખતમ કરી છે અને સંપૂર્ણ રહેશે સ્વતંત્રતા.

– ડોનાલ્ડ ટ્રમ્પે બીજી મોટી જાહેરાત કરી છે કે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગશે.

– અમેરિકામાં જન્મ લેનારાને નાગરિકત્વ આપવામાં આવે છે એના પર પણ લગાવી રોક

– ટિકટોકને 75 દિવસનું જીવતદાન આપ્યું, પણ તમામ નિયમોનું કરવાનું રહેશે પાલન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!