April 8, 2026
ટોપ ન્યુઝહોમ

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ: જાણો કોણ છે આ શાંતિનો અસલી હીરો?

Spread the love


40 દિવસના સંઘર્ષનો અંત: ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ભૂમિકાને બિરદાવી, હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા વૈશ્વિક બજારમાં રાહત

aajtak image credit
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 40 દિવસના યુદ્ધનો અંત આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જ્યારે ઈરાન પણ અમુક શરતો સાથે યુદ્ધવિરામ માટે સમંત થયું છે. સૌથી મહત્ત્વની વાત અત્યારની છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે પણ તૈયાર થયું છે. યુદ્ધના અંતના સમાચારને લઈ વૈશ્વિક બજારમાં પણ હાશકારો આવ્યો છે. ભારતીય સ્ટોકમાર્કેટમાં તેજી સાથે દુનિયાભરના દેશમાંથી યુદ્ધવિરામ અંગે પ્રતિક્રિયા આપી છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામના અહેવાલ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી હતી. ઈરાનમાં રહેલા ભારતીયોને ઈરાન તાત્કાલિક છોડવાની સલાહ આપી હતી અને સૂચિત માર્ગે ઈરાન છોડવાની અપીલ કરી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી સાધવામાં આવી છે, જેમાં સત્તાવાર બંને દેશ તરફથી નિવેદનો આવી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ કોણે કરાવ્યું તો.

યુદ્ધવિરામ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામના અસલી હીરો ચીન હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ બધી મહેનત ચીનએ કરી છે. ઈરાનને રાજી કરવા માટે ચીન પ્રશાસન દ્વારા તમામ મહેનત કરવામાં આવી છે. અમેરિકન મીડિયાએ પણ યુદ્ધવિરામ માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ચીનએ ભજવી હોવાનું જણાવ્યું હતું.

આ અગાઉ અન્ય એક રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે ડ્રેગન જ પડદા પાછળ ઈરાનને યુદ્ધવિરામ રોકવાની કોશિશ કરી રહ્યું હતું અને અંતમાં ચીનના અધિકારીઓને સફળતા મળી હતી. યુદ્ધવિરામ અંગે હવે સત્તાવાર રીતે અમેરિકા અને ઈરાનએ પણ નિવેદન આપ્યા છે. બંને દેશ સાથેની સમજૂતી સાથે સૌથી પહેલા હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં આવશે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના અહેવાલ વચ્ચે 10 સૂત્રીય સમજૂતીમાં મહત્ત્વના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકા હુમલા નહીં કરે, પરમાણુ કાર્યક્રમમાં એનરિચમેન્ટની મંજૂરી, હોર્મુઝ પર નિયંત્રણ, ઈરાન પરના તમામ પ્રાથમિક અને આર્થિક પ્રતિબંધો હટાવવાના, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આઈએઈએના તમામ પ્રસ્તાવ રદ કરવા, યુદ્ધ વખતના તમામ નુકસાનનું વળતર, અમેરિકન સૈન્યની વાપસી અને લેબિનોનમાં ઈસ્લામિક રેઝિસ્ટન્સ (હિઝબુલ્લાહ) સામે યુદ્ધ ખતમ કરવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!