July 1, 2025
ટોપ ન્યુઝ

Paris Olympics 2024: Wrestler Aman Sehrawatને બ્રોન્ઝ મેડલ, પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન…

Spread the love

આજે પેરિસ ઓલિમ્પિક- 2024માં ભારતે છઠ્ઠો મેડલ પોતાના નામે કર્યો છે અને ભારત માટે આ બ્રોન્ઝ મેડલ 21 વર્ષીય રેસલર અમન સેહરાવતે ફ્રી-સ્ટાઈલ 57 કિગ્રા કેટેગરીમાં જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અમન સેહરાવતે પ્યુર્ટો રિકોના ડાર્લિન તુઈ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
અમન પ્રથમ રાઉન્ડ બાદ 6-3થી આગળ હતો અને ત્યાર બાદ બીજા રાઉન્ડમાં તેણે મોટી લીડ હાંસલ કરી હતી. ઓલિમ્પિકમાં મેડલ
જીત્યા બાદ પ્રતિક્રિયા આપતા અમને જણાવ્યું હતું કે આ મેડલ માતા-પિતા અને સમગ્ર દેશને સમર્પિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 11 વર્ષની ઉંમરે જ અમનના માતા અને પિતા બંનેનું નિધન થયું હતું અને તે તેની માસી સાથે રહેતો હતો. ભારતીય રેસલર્સે સતત 5મી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યા છે. ભારતીય રેસલર્સ 2008થી ઓલિમ્પિક મેડલ જીતી રહ્યા છે. આ મેડલ સાથે ભારતીય ટીમના નામ પર એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ એમ કુલ 6 મેડલ જીત્યા છે. રેસલિંગમાં પહેલો મેડલ કેડી જાધવે 1952માં જીત્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ભારતે રેસલિંગમાં 8 મેડલ જીત્યા છે. જેમાં 2 સિલ્વર અને 6 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
વાત કરીએ અમનની તો તે ભારતનો પ્રથમ પુરુષ રેસલર છે જેણે ડેબ્યૂ પર જ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય. વાત કરીએ 2024ની ઓલમ્પિક ગેમ્સની તો a આ વખતે ભારતે પહેલો રેસલિંગમાં મેડલ જીત્યો છે અને આમ ભારતનો આ છઠ્ઠો મેડલ છે જેમાં પાંચ બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમન સેહરાવત માટે ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ જીત માટે અભિનંદન પાઠવતા લખ્યું હતું કે અમન સેહરાવતને ફ્રી-સ્ટાઈલ 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે શુભેચ્છા. મેચમાં તમારું વર્ચસ્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આખો દેશ તમારી આ યાદગાર જીતની ઊજવણી કરી રહ્યો છે.


ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના નાગરિકો અમન સેહરાવતની જીતનો જશ્ન મનાવી રહ્યો છે પણ પેરિસ ઓલમ્પિકમાં આ વખતે ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન અપ ટુ ધ માર્ક નથી, એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!