February 12, 2026
ટોપ ન્યુઝ

કોરોનાના નવા વેરિયન્ટનું સંક્રમણ વધ્યુઃ જાણી લો નવા વેરિયન્ટના લક્ષણો

Spread the love

કોરોના મહામારીના અંત પછી દર વર્ષે કોરોના કે તેના સબ વેરિયન્ટનું જોખમ વધતું જાય છે. ભારતમાં આ વર્ષે ફરી કોરોનાના નવા વેરિયન્ટના અહેવાલે આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. અંગ્રેજી સંજ્ઞા પ્રમાણે FLiRT અને KP.2 તરીકે ઓળખાય છે, જયારે સરકાર પણ તેના પ્રત્યે સતર્ક બની છે. સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર ભારતમાં કોવિડના 679 એક્ટિવ કેસ છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ FLiRT છે, જે ઓમિક્રોનના જેએન.1 વેરિયન્ટના મ્યુટેશનથી બને છે. આરોગ્ય વિભાગના નિષ્ણાતો એને લઈ ગંભીર છે, જ્યારે ભારતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ (FLiRT)ને લઈ લોકોની ચિંતામાં વધારો થયો છે.
નવા વેરિયન્ટના લક્ષણોમાં લોકોને કોરોનાના માફક સ્વાદ અને સૂંઘવાની શક્તિ ખતમ થઈ જાય છે. ઠંડી લાગવી, ઉધરસ-ખાંસી, ગળું ખરાબ થવાની સાથે નાકમાંથી પાણી આવવું, માથામાં દુખાવા, માંસપેશીઓમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અને થાક લાગવા વગેરે લક્ષણો છે.
આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર KP.2ને જેએન.1 વેરિયન્ટનો વંશ કહેવાય છે. આ ઓમિક્રોન લાઈનેજનો સબ વેરિયન્ટ છે, જેમાં નવા મ્યુટેશન છે. એને FLIRT નામ અક્ષરોના આધાર આપ્યો છે, જે બે ઈમ્યુનથી બચાવનાર મ્યુટેશનને બતાવે છે. આ મ્યુટેશન્સ વાયરસના એન્ટિબોડીઝ પર હુમલો કરે છે.
હાલના તબક્કે ભારતમાં 250 KP.2 જીનોમ સિક્વેન્સિંગમાં 128 સી કેસ મહારાષ્ટ્રમાં હતા. માર્ચ મહિનામાં સૌથી વધુ કેપી.ટુ સિકવેન્સીસ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્ચમાં સૌથી વધુ KP.2 સિક્વન્સ જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ડેટા દર્શાવે છે કે ભારત વિશ્વમાં KP.2 સિક્વન્સના સૌથી વધુ પ્રમાણની જાણ કરી રહ્યું છે. છેલ્લા 60 દિવસમાં GISAIDમાં ભારત દ્વારા અપલોડ કરાયેલા કુલ ડેટામાંથી 29 ટકા KP.2નો હતો.
ભારતમાં જેએન.1 વેરિયન્ટની સૌથી વધુ અસર છે. આંકડા જણાવે છે કે 14મેના ભારતમાં કોવિડના 629 એક્ટિવ કેસ હતા. FLIRT ખાસિયત કહીએ તો અગાઉના સંક્રમણ અથવા વેક્સિનથી મળેલી ઈમ્યુનિટીથી બચાવવાની ક્ષમતા છે. સરકાર પણ આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!