February 4, 2026
મહારાષ્ટ્ર

અજિત પવારના પરિવારમાં કોણ છે અને કેટલી છે સંપત્તિ?

Spread the love


મુંબઈઃ મહારાષ્ટ્રના બારામતી નજીક એનસીપીના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. બારામતી એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગ વખતે અકસ્માત થયો, જેમાં મહારાષ્ટ્રે એક મરાઠા નેતા ગુમાવ્યા છે. જિલ્લા પરિષદની ચૂંટણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા, પરંતુ પવાર પરિવાર આજથી પાંચ દાયકા કરતા વધુ સમયથી મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં સક્રિય છે. અચાનક અજિત પવારની એક્ઝિટથી મહારાષ્ટ્રની મહાયુતિને સૌથી મોટો ફટકો પડ્યો છે. અજિત પવારના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

મુખ્યમંત્રી નહીં તો નાયબ મુખ્યમંત્રી બન્યા
અહેમદનગરમાં જન્મેલા અજિત પવારના પિતા અનંતરાવ પવાર અને માતાનું નામ આશાતાઈ પવાર હતું. શરદ પવારના નાના ભાઈના દીકરા અજિત પવાર હતા. અજિત પવારના કાકા શરદ પવાર મહારાષ્ટ્રમાં ચાર વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે, જ્યારે અજિત પવાર મુખ્યમંત્રી નહીં, પરંતુ નાયબ મુખ્યમંત્રી તો બન્યા હતા. અજિત પવારને મુખ્યમંત્રીનું સપનું તો સપનું જ રહ્યું, પરંતુ મહાયુતિમાં તો રાજ કર્યું હતું. છ વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની ખુરશી સંભાળી હ

સુગર ફેક્ટરી બોર્ડના સભ્ય બન્યા
અજિત પવારે પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત દેઓલાલી પ્રવરાથી કરી હતી, પરંતુ પિતાના નિધન પછી પરિવારની જવાબદારી સંભાળી હતી. અધવચ્ચેથી કોલેજ પણ છોડવાની નોબત આવી હતી. અજિત પવાર ૧૯૮૨માં એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડ સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. 1991માં પુણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પણ બન્યા. જોકે, તેમના કાકા, શરદ પવાર, રાજકીય રીતે ખૂબ જ મજબૂત વ્યક્તિ બની ગયા હતા. તેમણે તેમની પાસેથી રાજકારણની આંટીઘૂંટી શીખ્યા હતા

પત્ની પણ રાજ્યસભાના સાંસદ
અજિત પવારના પરિવારમાં ચાર લોકો છે. પત્ની સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ છે, જ્યારે દીકરો પાર્થ અને જય પવાર છે. સુનેત્રી પવાર બારામતી ટેક્સટાઈલ કંપનીના પ્રમુખ અને એન્વાયરમેન્ટલ ફોરમ ઓફ ઈન્ડિયાના સીઈઓ પણ છે. પરિવારના સભ્યો ક્યારેક નાની-મોટી ઈવેન્ટમાં પણ સાથે હોય છે. ચૂંટણીની રેલીમાં પણ સાથે જોવા મળતા હોય છે. અજિત પવારનો મોટો દીકરો પાર્થ પવાર પણ ચૂંટણી લડ્યો હતો, પરંતુ મોટા માર્જિનથી હાર્યો હતો.

કેટલી છે અજિત પવારની સંપત્તિ
અજિત પવારની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કૂલ 14 લાખ રોકડ હતી, જ્યારે અલગ અલગ ખાતામાં 6.81 કરોડની ડિપોઝિટ્સ ધરાવે છે. અલગ અલગ કંપનીના શેરમાં 55 લાખ રુપિયાથી વધુ રોકાણ કર્યું છે. એક કરોડની એલઆઈસી પોલિસી હતી, જ્યારે પત્નીના નામે 44 લાખથી વધુ રકમની એલઆઈસી પોલિસી હતી. ત્રણ ટ્રેલર સહિત ટ્રેક્ટર ધરાવનાર અજિત પવારની પાસે 21.50 કિલો ચાંદીની મૂર્તિ અને 20 કિલોની ચાંદીની ભેટ ધરાવે છે. સોના-ચાંદી મળીને કૂલ 10 કરોડથી વધુ થાય છે.

ગુરુ શરદ પવાર સાથે કેવા સંબંધો છે
અજિત પવારના બાકી પરિવારની વાત કરીએ તો મોટા ભાઈ શ્રીનિવાસ પવાર પણ બિઝનેસમેન છે. બંને ભાઈ સાથે સારા સંબંધો છે. કાકા શરદ પવાર પણ ભારતીય રાજકારણના દિગ્ગજ નેતા છે. કાકા શરદ પવારની દીકરી સુપ્રિયા સુળે પણ સાંસદ છે, જેઓ પરિવાર સાથે પણ મજબૂત કનેક્શન ધરાવે છે. એનસીપીના વિભાજન પછી પણ અજિત પવારે કાકા શરદ પવાર સાથે મજબૂત સંબંધો ધરાવતા હતા. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં સાથે ચૂંટણી લડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!