ઐશ્વર્યા રાય ‘જલસા’માં નહીં પણ આ બંગલામાં રહે છે અભિષેક બચ્ચનનો ખુલાસો
બિગ બી પરિવારમાં ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી મીડિયામાં બંનેના સંબંધો હમેશ ચર્ચામાં રહ્યા છે. ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચન પરિવારમાં જયા બચ્ચન સાથે મેળ નથી એ વાત જગજાહેર છે, ત્યારથી લઈને અત્યાર સુધી પરિવારમાં પરસ્પર ખેંચાખેંચી જોવા મળે છે. હકીકત એ છે કે ઐશ્વર્યા રાય બિગ બી પરિવાર અને બંગલાથી કમ્ફર્ટેબલ નથી એટલે અલગ રહે છે.
અલગ રહેવા સાથે પ્રસંગોપાત પરિવાર પણ અલગ જોવા મળે છે. હમણા અનંત અંબાણીના લગ્નમાં પણ બિગ બી સાથે આખો પરિવાર હતો, જ્યારે અન્ય ફ્રેમમાં ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા પણ અલગથી જોવા મળ્યા હતા. એનાથી મીડિયાએ પણ તારણ કાઢ્યું છે કે પરિવારમાં બધુ સમુસૂથરું નથી. અનંતના લગ્નમાં પરિવાર એકસાથે જોવા મળ્યો નહોતો. એના પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અભિષેક બચ્ચને પણ એક ટવિટ પર પ્રતિક્રિયા આપીને ચર્ચામાં રહ્યો છે, પરંતુ એનાથી મોટી વાત છે કે અભિષેક બચ્ચને એક વાત કબૂલી છે કે ઐશ્વર્યા જલસા બંગલોમાં રહેતી નથી પણ પોતે ઐશ્વર્યા સાથે વત્સ બંગલોમાં રહે છે.
બંને અલગ થયા હોવાની અટકળો અંગે અત્યાર સુધીમાં બંને પક્ષે મૌન સેવવામાં આવી રહ્યું છે. એક જમાનામાં આખો પરિવાર સાથે જોવા મળતો હતો, જ્યારે હવે અલગ અલગ જોવા મળતા સોશિયલ મીડિયા પર લોકો અવનવી અટકળો લગાવી રહ્યા છે. આમ છતાં બંને પરિવારો સંબંધો અંગે હરફસુદ્ધા ઉચ્ચારતા નથી. ઐશ્વર્યા રાય અને આરાધ્યા અલગ રહે છે અને તેનો ઉછેર ઐશ્વર્યા સારી રીતે કરે છે એનો પણ ઉલ્લેખ અભિષેક બચ્ચને પણ કર્યો હતો.
એક ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિષેક બચ્ચન અને વિક્કી કૌશલ સાથે ઈન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો ત્યારે ઈન્ટરવ્યૂમાં વિક્કીએ અભિષેકની લાઈફ અંગે સવાલ પૂછ્યો હતો, ત્યારે અભિષેકના ઘર અંગે પૂછવામાં આવ્યું તો જલસા બંગલાનું નામ આપ્યું હતું. પણ થોડો વિચાર કર્યા પછી અભિષેકે ખુલાસો કર્યો હતો કે જલસા બંગલો મારા માતાપિતાનો છે, જ્યાં મારા માતાપિતા રહે છે. હું વત્સ બંગલોમાં રહું છું, જે મારા માતાપિતાના બંગલાથી બાજુમાં છે. અભિષેકના આ જવાબ પછી લોકોએ તારણ કાઢ્યું છે કે ઐશ્વર્યા રાય પોતાના સાસુ-સસરા સાથે રહેતી નથી. છેલ્લે ઐશ્વર્યા રાયે પણ પોતાનો જન્મદિવસ બિગ પરિવાર સાથે નહીં પણ પોતાની મા સાથે સેલિબ્રેટ કરીને પણ ચર્ચામાં રહ્યો હતો પરિવાર. ખેર, પરિવાર બધુ બરાબર રહે તો સારું.
