કાશ્મીરમાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પૂંચમાં વાયુસેનાના કાફલા પર હુમલામાં ચાર જવાન ઘાયલ થયા હતા, જેમાં એક જવાન શહીદ થયો છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે શનિવારે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લા આંતકવાદીઓ દ્વારા ઈન્ડિયન એરફોર્સના કાફલા પર આંતકવાદીઓ ગોળીબાર કર્યો હતો. આ હુમલો જ્યારે શશિઘર નજીક કરવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષાદળના વાહનો જિલ્લા સુરનકોટ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા. આ હુમલામાં લગભગ ચાર જવાન ઘાયલ છે, જ્યારે એક જવાન શહીદ થયો છે.
ઘાયલ જવાનને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો છે. આ હુમલા પછી ભારતીય સેના અને પોલીસના જવાનોના કાફલાને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઘટનાસ્થળે ઘેરાબંધી કરવામાં આવ્યા પછી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના શાહસિતાર નજીક વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ઘેરાબંધી કરવામાં આવ્યા પછી વિસ્તારને સુરક્ષિત રીતે કોર્ડન કરીને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ સિવાય કાશ્મીરમાં અનંતનાગમાં આર્મીની એક વ્હિકલ રસ્તા પરથી સ્લિપ થઈ જવાને કારણે ખાઈમાં પડ્યું હતું, જેમાં એક જવાનનું મોત થયું હતું, જ્યારે આઠ જવાન ઘાયલ થયા હતા. આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરિનાગ વિસ્તારમાં બન્યો હતો. આ અકસ્માત પછી નવ જવાનને ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં નવ જણને ખસેડવામાં આવ્યા પછી સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. વાહનચાલકે સંતુલન ગુમાવવાને કારણે ટ્રક સ્લિપ ખાઈ જવાને કારણે ખાઈમાં પડી હતી.