એર ઈન્ડિયાએ અચાનક 70 ફ્લાઈટ્સ રદ કરી નાખી
એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન દ્વારા અચાનક ફ્લાઈટની ઓપરેશન સેવા પર સંકટના વાદળો ઘેરાયા છે, જેમાં એકસાથે સેંકડો કર્મચારી બીમાર થવાને કારણે ફ્લાઈટ સેવા રદ કરવાની નોબત આવી છે. એકસાથે કર્મચારીઓ બીમાર પડવાની સાથે રજા પર ઉતરી જવાને કારણે 70થી વધુ ફ્લાઈટ રદ કરી છે, જેનાથી ફ્લાઈટની અવરજવર પર ગંભીર અસર થઈ છે.
એરલાઈનના પાયલટ ગ્રુપના સભ્યોએ સામૂહિક રીતે રજા પર જવાને કારણે મંગળવાર રાતથી બુધવારે સવાર સુધીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. આ મુદ્દે સિવિલ એવિયેશન મિનિસ્ટ્રી પણ ધ્યાન રાખી રહી છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી કેબિન ક્રૂના એક ગ્રુપે છેલ્લી ઘડીએ બીમાર હોવાની માહિતી આપી હતી. એના કારણે ફ્લાઈટ ડિલે અને રદ કરવામાં આવી રહી છે. એરલાઈનના મેનેજમેન્ટે ક્રૂ સાથે વાતચીત કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મિસમેનેજમેન્ટને કારણે વિરોધ કરી રહ્યું છે.
કેબિન ક્રૂના ગ્રુપે જણાવ્યું હતું કે ઈન્ટરનલ કામગીરીને કારણે સ્ટાફમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. સોમવારે સાંજના બીમાર હોવાની માહિતી આપવામાં આવી હતી. ખાસ તો જરુરિયાત પ્રમાણે ડોમેસ્ટિક સેક્ટરમાં કોચી, કાલિકટ, બેંગલુરુ સહિત વિભિન્ન એરપોર્ટની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
આ મુદ્દે એરલાઈને પેસેન્જરને જણાવ્યું છે કે જે તે પ્રવાસીઓની ડોમેસ્ટિક યા ઈન્ટરનેશનલ ફ્લાઈટ હોય તે લોકો ખાસ કરીને એરપોર્ટ પર પહોંચ્યા તમારી ફ્લાઈટનું સ્ટેટ ચેક કરી લેજો. ઉલ્લેખનીય છે કે ગયા મહિના દરમિયાન કેબિન ક્રૂના યુનિયન વતીથી મેનેજમેન્ટના અમુક સ્ટાફ સાથેના વર્તન-વ્યવહાર અંગે તાકીદ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પલોઈઝ યુનિયન (એઆઈએક્સઈયુ)એ રજિસ્ટર્ડ યુનિયન છે. આ યુનિયનમાં 300થી વધુ કેબિન ક્રૂ મેમ્બર્સ છે. મોટા ભાગના સિનિયર્સ દ્વારા સ્ટાફ સાથે વ્યવહારુ વર્તન કરવામાં આવતું નથી, તેથી તેમની કામગીરી પર અસર પડે છે એમ પણ દાવો કરવામાં આવ્યો હતો.