નાગપુરથી અમદાવાદઃ 6 વર્ષ બાદ એર ઈન્ડિયાના વિમાનની હવામાં ગર્જના
નાગપુરમાં ગ્રાઉન્ડેડ વિમાને અમદાવાદ સુધી ભરી સફળ ઉડાન, જાણો શું હતું કારણ?
એર ઈન્ડિયાના કાફલામાં રહેલા બોઈંગ 777 વિમાનએ આખરે નાગપુરથી ઉડાન ભરતા એક મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. બોઈંગ-777300 ઈઆરએ પોતાની પહેલી ટેસ્ટ ફ્લાઈટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ વિમાન છેલ્લા છ વર્ષથી ટેક્નિકલ કારણસર નાગપુરમાં પાર્ક કરી રાખવામાં આવ્યું હતું.
2020માં ઉડાન ભરવામાં આવી હતી
લગભગ ૧૮ વર્ષ જૂના આ વિમાનને ફેબ્રુઆરી ૨૦૨૦ માં નાગપુર એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ (AIESL) MRO સુવિધામાં ફક્ત ૩૦ દિવસના નિયમિત ચેકઅપ માટે લાવવામાં આવ્યું હતું. વિમાનના ભાગોનો ઉપયોગ અન્ય કાર્યરત બોઇંગ ૭૭૭ વિમાનોની જાળવણી માટે કરવામાં આવ્યો હતો.
એર ઇન્ડિયાના ગ્રાઉન્ડેડ બોઇંગ 777, જેણે છેલ્લા છ વર્ષમાં અન્ય વિમાનોને 2,000 થી વધુ ભાગો પૂરા પાડ્યા છે, તેણે શુક્રવારે બપોરે 2:00 વાગ્યે ઉડાન ભરી અને લગભગ ત્રણ કલાકની ઉડાન પછી સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. સુનિશ્ચિત સમારકામ પછી આ એક પરીક્ષણ ઉડાન હતી.
છ વર્ષની આકરી મહેનત પછી મળી સફળતા
વીતેલા છ વર્ષમાં બીજા વિમાન માટે 2000થી સ્પેરપાર્ટ્સ પૂરું પાડનાર એર ઈન્ડિયાના ગ્રાઉન્ડેડ વિમાન બોઈંગ 777 ઉડાન ભર્યા પછી ત્રણ કલાકની સફળતાપૂર્વકના ઉડાન પછી લેન્ડિંગ પણ સુરક્ષિત કર્યું હતું. કહેવાય છે કે આ એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી સફળતા હતી. છ વર્ષથી ગ્રાઉન્ડેડ વિમાનની ઉડાન ભરવાનું ઘણું પડકારજનક હતું. લાંબા સમયથી સેવા લેવામાં આવી નહોતી. છ વર્ષની આકરી મહેનત પછી એર ઈન્ડિયા અને એઆઈઈએસએલની ટીમે પ્લેનની ઇંધણની ટેન્કની મરમ્મત અને ઈન્ટરનલ સુધારા સહિત અન્ય મુદ્દે મહત્ત્વની કામગીરી પાર પાડી હતી.
29,000 ફૂટની ઊંચાઈ પરથી ઉડાન ભરી હતી
સફળતાથી ઉડાન ભરવાને કારણે નવમી ફેબ્રુઆરીના વિમાનને ગ્રાઉન્ડ રન પણ સફળતાપૂર્વક કર્યું હતું. નાગપુરથી ઉડાન ભર્યા પછી આ વિમાન હવે એર ઈન્ડિયાના કમર્શિયલ ઉડાન માટે ફરી સામેલ કરવામાં આવશે. ફ્લાઈટની સફર ફક્ત નાગપુરથી અમદાવાદ સુધી હતી. લગભગ 29,000 ફૂટની ઊંચાઈ પરથી ઉડાન ભરીને સફળતાપૂર્વક અમદાવાદ પહોંચ્યું હતું. અમદાવાદના આકાશમાં પણ બે-ત્રણ ચક્કર લગાવ્યા હતા. વિમાનમાં ઓક્સિજન રિલીઝ કરવાથી લઈ અન્ય તપાસ કરવામાં આવી હતી. ઝીરો ફોલ્ટની સાથે બપોરના નાગપુર એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
