પ્લેન ક્રેશ પછી એર ઈન્ડિયામાં ફફડાટઃ એક પછી એક 112 પાઈલટ બીમાર પડ્યા, કોણે કહ્યું?
એરલાઈન ક્રૂમાં મનોવૈજ્ઞાનિક દબાણ ઊંડું થતા મેડિકલ રજાઓમાં વધારો, DGCAએ મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે પીઅર પ્રોગ્રામની ભલામણ કરી હતી

અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી દેશ નહીં, પૂરી દુનિયામાં પ્લેન ક્રેશની ઘટના લાઈમલાઈટમાં રહે છે. છેલ્લા બે મહિનામાં પ્લેન ક્રેશ યા ટેક્નિકલ ખામીને કારણે સેંકડો ફ્લાઈટ્સ સર્વિસને અસર થઈ છે, તેનાથી લાખો પ્રવાસીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ રહ્યું છે. ભારતમાં એક નહીં બબ્બે મોરચે એવિયેશન ઈન્ડસ્ટ્રી ઝઝૂમી રહ્યું છે. પહેલા તો થ્રેટ કોલ (બોમ્બ વિસ્ફોટ યા સંદીગ્ધ કામગીરીને કારણે પણ) ફ્લાઈટને પાછી બોલાવવામાં આવે છે, જ્યારે બીજી બાબત અકસ્માત. 12મી જૂનના અમદાવાદના પ્લેન ક્રેશ દુનિયાને હચમચાવી નાખી હતી, ત્યારે એર ઈન્ડિયાના કર્મચારીઓ ખાસ કરીને પાઈલટ મોટી વિમાસણમાં આવી ગયા હતા, જે અંગે સંસદમાં ચોંકાવનારી માહિતી રજૂ કરવામાં આવી હતી.
171 ફ્લાઈટ ક્રેશ પછી બીમારી મુદ્દે રજાના કિસ્સામાં વધારો
લોકસભામાં પૂછવામાં આવેલા સવાલમાં એર ઈન્ડિયાની ફ્લાઈટના પાઈલટ-ક્રૂએ મોટી સંખ્યામાં સીક લીવ લીધી હતી? આ સવાલ પછી તેની રજાઓ અંગે સવાલ કર્યો ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે પાઈલટવતીથી અકસ્માત પછી બીમારીના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિમાન અકસ્માતના ચાર દિવસ પછી 16 જૂનના 51 કમાન્ડરે બીમાર હોવાની માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ જવાબમાં કહ્યું કે એઆઈ-171 દુર્ઘટના પછી એર ઈન્ડિયાના પાઈલટ્સવતીથી બીમારીની રજા લેવામાં વધારો થયો છે. 16મી જનના કૂલ 112 પાઈલટ્સે બીમારીની સૂચના આપી હતી, જેમાં કમાન્ડર (પીવન) અને 61 ફર્સ્ટ ઓફિસર (પી2) સામેલ હતા.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશનને જારી કર્યો પરિપત્ર
ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિેયેશન)એ ફેબ્રુઆરી, 2023માં મેડિકલ પરિપત્ર જારી કર્યો હતો, જેમાં એરલાઈન્સની ફ્લાઈટ ક્રૂ/એટીસીઓઝ) માટે એક અલગ ટ્રેનિંગ પ્રોગ્રામની ભલામણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ કર્મચારીઓના મેન્ટલ હેલ્થ સંબંધિત હતો, જેમાં ખાસ કર્મચારીની આરોગ્યની સમસ્યા પર પડનારી નકારાત્મક અસરોને ઓળખવા અને તેનો ઉકેલનો હતો. એર ટ્રાફિક કંટ્રોલર એ લોકો છે, જે પ્લેનના એર રોડ/ટ્રાફિકનું માર્ગદર્શન આપે છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 લોકોનાં થયા હતા મોત
એના સિવાય માનસિક આરોગ્યની તપાસ રાખવા માટે પિયર સર્પોટ પ્રોગ્રામ (પીએસપી) રાખવાની ભલામણ કરવામાં આવી હતી. સંગઠનોએ પણ એને સક્રિયપણે સક્ષમ અને સુવિધાજનક બનાવવાની અપીલ કરી હતી, જેથી ક્રૂ/એટીસીઓઝ કોઈ પણ સંજોગોમાં ઓળખ અને એનો ઉકેલ લાવે. અન્ય એક લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનાને કારણે જમીન પર થનારી દુર્ઘટના મુદ્દે અસરગ્રસ્તોને વળતર આપવાની કોઈ નીતિ નથી, એમ જણાવ્યું હતું. અમદાવાદ પ્લેન અકસ્માતમાં 241 પ્રવાસી/ક્રૂ માર્યા ગયા હતા, જ્યારે મેડિકલ કોલેજના કેમ્પસમાં પ્લેન ક્રેશ થવાને કારણે અન્ય 19 લોકોનાં મોત થયા હતા.
