February 20, 2026
ટોપ ન્યુઝનેશનલ

લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી, Apollo Hospitalમાં કરાયા દાખલ…

Spread the love

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી (BJP Senior Leader And Ex. Prime Minister LK Advani) ની તબિયત હાલમાં નાદુરસ્ત છે. છેલ્લાં 8 દિવસની વાત કરીએ તો બુધવારે મોડી રાતે તેમને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો દ્વારા હાલ તો તેમની હાલત સ્થિર હોવાની માહિતી આપવામાં આવી છે.


બુધવારે રાતે લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યુરોલોજિસ્ટ ડો. વિનીત સૂરી હાલમાં તેમની સારવાર કરી રહ્યા છે. જોકે, અડવાણીની બીમારી અંગે હજી કોઈ પણ સત્તાવાર માહિતી સામે નથી આવી રહી.

દરમિયાન એપોલો હોસ્પિટલ દ્વારા ગઈકાલે આપવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે અડવાણીને રાત્રે 9 વાગ્યે ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.

અહીંયા તમારી જાણકારી માટે કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં પણ 96 વર્ષીય અડવાણીની તબિયત બગડી હતી અને એ સમયે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાનને વય સંબંધિત બીમારીના કારણે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે 26મી જૂને રાત્રે લગભગ 10.30 વાગ્યે તેમને એમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!