વસંત પંચમી બાદ માર્ગી થયેલાં ગુરુ કરાવશે આ રાશિના જાતકોને જલસા જ જલસા, થશે ધનવર્ષા…
હિંદુ શાસ્ત્રોમાં વસંત પંચમીનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ વખતે બીજી ફેબ્રુઆરીના વસંત પંચમીનો તહેવાર પડી રહ્યો છે અને એના બે દિવસ બાદ એટલે કે ચોથી ફેબ્રુઆરીના દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારતક માનવામાં આવ્યો છે અને ગુરુનું વૃષભ રાશિમાં સીધું માર્ગી થવું ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. ગુરુ ચોથી ફેબ્રુઆરીના વૃષભ રાશિમાં બપોરે 1.46 મિનિટ પર ગોચર કરી રહ્યા છે. ગુરુની બદલાઈ રહેલી ચાલ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જેમને ગુરુના માર્ગી થવાને કારણે લાભ થઈ રહ્યો છે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું લાભદાયી રહેવાનું છે. કામના સ્થળે તમે સારું પ્રદર્શન કરશો. પ્રોફેશનલ લાઈફ પણ સુધરી રહી છે. કામના સ્થળે કોઈ ઊંચા પદની પ્રાપ્તિ થશે. સારા સમાચાર સાંભળવા મળશે.
વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. કામના સ્થળે આ સમય સારો રહેશે. જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે એમના માટે પણ આ સમય સારો રહેશે. રોકાણથી પણ લાભ થશે. કરિયરમાં સારા પરિણામો મળશે, જેને કારણે મન પ્રસન્ન થશે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું ખૂબ જ શુકનિયાળ સાબિત થશે. દરેક કામમાં સફળતા મળશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. તમે જે પણ કામ હાથ ધરશો એમાં તમને સફળતા મળશે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના નવા વેપાર કરવાનું વિચારી રહેલાં લોકો આજે રોકાણ પર ખાસ ધ્યાન આપશે. બિઝનેસ પાર્ટનર તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પૈસાની બચત કરવામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મકરઃ મકર રાશિના લોકોને પણ આ સમયે ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. નોકરીમાં બઢતી-પગાર વધારાના યોગ બની રહ્યા છે. રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ યોગ્ય અને સકારાત્મક રહેશે.
