Insta Queen: હવે શ્રદ્ધા કપૂર પ્રિયંકા ચોપરાથી થઈ ગઈ આગળ…
શ્રદ્ધા કપૂર અત્યારે પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે, તેનાથી સૌથી વધુ અન્ય કારણને લઈને પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર તેને પસંદ કરનારાની સંખ્યામાં જોરદાર વધારો થઈ રહ્યો છે. અગાઉ ફોલોઅર્સની સંખ્યા પીએમ નરેન્દ્ર મોદી કરતા વટાવી ગઈ હતી, જ્યારે હવે દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને પણ પાર કરીને ફરી ચર્ચામાં આવી છે.
શ્રદ્ધા કપૂરની જાણીતી ફિલ્મ સ્ત્રી ટૂની સફળતાને કારણે ફિલ્મ તો ચર્ચામાં છે. ફિલ્મની સફળતા પછી શ્રદ્ધાની પ્રસિદ્ધિ રાતોરાતો વધી ગઈ છે. ભારતમાં તેના ફોલોઅર્સની સંખ્યા વધીને બીજા નંબરે આવી ગઈ છે. તેને પ્રિયંકા ચોપરાને પણ પાછળ કરી દીધી છે, જ્યારે હવે તેની સંખ્યા 91.9 મિલિયન થઈ છે.
વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય ખેલાડી છે, જે ભારતમાં જ નહીં, પરંતુ એશિયાનો લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ છે. શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો તેની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં બીજા નંબરે પ્રિયંકા હતી, પરંતુ 91.8 મિલિયન ફોલોઅર્સની સાથે ત્રીજા નંબરે પહોંચી છે, જ્યારે ફર્સ્ટ નંબર પર વિરાટ કોહલી છે. ચોથા ક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 91.3 મિલિયન ફોલોઅર્સની સાથે છે. આલિયા ભટ્ટ 85.2 મિલિયન સાથે પાંચમા ક્રમે, 80.4 મિલિયન સાથે કેટરિના, દીપિકા સાતમા (79.9 મિલિયન), નેહા કક્કડ 78.7 મિલિયન સાથે આઠમા ક્રમે છે. ફિલ્મ સ્ત્રી ટૂની વાત કરીએ તો હવે આ ફિલ્મે 500 કરોડનો વકરો કરી ચૂકી છે, જ્યારે 500 કરોડની ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અભિષેક બેનરજી, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી પણ છે.
આ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે જે લોકોને દર્શકોનો પ્રેમ મળે છે તો સમજો તમે ખુશનસીબ છો. ફિલ્મો માટે સૌથી મહત્ત્વનું પરિબળ દર્શકો છે. દર્શકો જ રાજા અને રાણી છે. જ્યાં સુધી હું તેમને એન્ટરટેઈન કરું છું તો તેઓ ખુશ છે તો બસ મને એનાથી વધુ કંઈ જોઈતું નથી.