કેદારનાથ, બદરીનાથ બાદ હવે માઉન્ટ એવરેસ્ટનો વારો? પર્વત પર લાગી લોકોની લાંબી લાંબી લાઈનો…
થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર કેદારનાથ ધામના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા જેમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી પરંતુ હવે સોશિયલ મીડિયા પર માઉન્ટ એવરેસ્ટ શિખરના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પર્યટકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને આ વીડિયોની ભીડ જોઈને તો એવું લાગી રહ્યું છે કે જાણે લોકો કોઈ શહેરના રસ્તા પર જામમાં ફસાયા હોય…
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ તેના પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કોઈ કહી રહ્યું છે કે જાણે આ માઉન્ટ એવરેસ્ટ નહીં પણ મુંબઈનું દાદર સ્ટેશન હોય એવું લાગી રહ્યું છે તો વળી કોઈ એવું પણ કહી રહ્યું છે કે આવી પરિસ્થિતિ તો ઘાટકોપર અને વર્સોવા મેટ્રો સ્ટેશન પર દરરોજ પીક અવર્સમાં જોવા મળે છે.
કેટલાક લોકો આ ભીડ જોઈને રોષ પ્રગટ કરી રહ્યા છે અને એમનું એવું માનવું છે કે આ માણસ છે, કંઈ પણ બાકી નહીં રાખે. પોતાના એડવેન્ચરના ચક્કરમાં ખુદ તો મરે જ છે પણ ભીડ વધારીને માઉન્ટ એવરેસ્ટ પર પણ ગંદકી ફેલાવે છે, પ્રકૃત્તિ સાથે પણ ચેડાં કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પર્વતારોહકનો આંકડો દર વર્ષે સતત વધતો જ જઈ રહ્યો છે અને આ જ કારણ છે કે એવરેસ્ટના બેઝ કેમ્પ પર આટલી ભીડ દેખાવવા લીગ છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ કુદરતી આફત આવે છે તો પર્વતારોહકના મૃત્યુ પણ થાય છે અને કેટલાય લોકો ફસાઈ શકે છે.
Abey Mount Everest ko Dadar station bana rakha hai 😭 pic.twitter.com/okY7e9HENI
— Godman Chikna (@Madan_Chikna) May 26, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Madan_Chikna નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને જોઈને નેટિઝન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે એવરેસ્ટ ધરતી પર આવેલું સૌથી ઊંચું શિખર છે પણ માણસે ત્યાં પણ ગંદકી ફેલાવવાનું શરૂ કરી દીધું છે, જ્યાં જુઓ ત્યાં બસ ગંદગીને ગંદગી જ દેખાઈ રહી છે.