February 19, 2026
મનોરંજનરમત ગમત

Divorceની ખબરો વચ્ચે હાર્દિક પંડ્યાની પત્ની ક્યાં જોવા મળી??

Spread the love

ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓનફિલ્ડ તો વધી જ રહી પણ એની સાથે સાથે જ પર્સનલ લાઈફમાં પણ મુસીબત એનો પીછો છોડવાના મૂડમાં હોય એવું નથી લાગી રહ્યું. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની વચ્ચે બધું બરાબર નથી અને બંને છુટા પડી ગયા હોવાના અહેવાલો વચ્ચે નતાશા શનિવારે મુંબઈના બાંદ્રા ખાતે સ્પોટ થઈ હતી અને પેપ્ઝે તેને કચકડામાં કેદ કરી લીધી હતી.

ડિવોર્સની ખબરો વચ્ચે નતાશા શનિવારે બાંદ્રા ખાતે હંમેશની જેમ જ એકદમ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી હતી. આ સમયે નતાશાએ વ્હાઈટ ક્રોપ ટોપની સાથે મેચિંગ શોર્ટ્સ પેરઅપ કર્યું હતું અને તેણે પિંક કલરનું શર્ટ પણ પહેર્યું હતું.બ્લેક સનગ્લાસીસ, ઓપન હેર અને લાઈટ મેકઅપમાં નતાશા એકદમ કમાલની લાગી રહી હતી. નતાશાના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ સેના આ લૂકને બાર્બી ડોલ સાથે કમ્પેયર કરી રહ્યા છે.

એક્ટ્રેસ કમ મોડેલને બાંદ્રા ખાતે તેના એક ફ્રેન્ડ સાથે સ્પેટ કરવામાં આવી હતી, જ્યાં બંને જણ એક કેફેમાં ગયા હતા. આ બધા વચ્ચે છેલ્લાં બે-ત્રણ દિવસથી હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સની ચર્ચા જોર પકડી રહી છે. જોકે, આ મામલે હાર્દિક કે નતાશામાંથી કોઈએ કંઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. પરંતુ નતાશાએ સોશિયલ મીડિયા પરથી હાર્દિક સાથેના ફોટો ડિલીટ કરી નાખ્યા છે અને તેણે પોતાના નામમાંથી પંડ્યા સરનેમ પણ હટાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશાએ એક નહીં પણ બે વખત લગ્ન કર્યા હતા અને તેના બીજી વખતના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા.નતાશા લગ્ન પહેલાં જ પ્રેગ્ન્ટ હતી અને લગ્નના એક મહિના બાદ જ તેણે દીકરાને જન્મ આપ્યો હતો, જેનું કપલે નામ અગસ્ત્ય રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!