July 1, 2025
મુંબઈ

બાબા સિદ્દીકી પછી હવે સલમાન ખાનની હત્યાની યોજનાઃ હરિયાણામાંથી પોલીસે ઝડપ્યો

Spread the love

મુંબઈઃ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવ્યા પછી મુંબઈ જ નહીં, સમગ્ર ફિલ્મી જગતમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે સલમાન ખાનની હત્યા કરવાની યોજનાનો પર્દાફાશ થયો છે. બુધવારે મોડી રાતના હરિયાણાના પાણીપતમાંથી એક શખસની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે જણાવ્યું કે આરોપીને પાણીપતમાંથી ઉઠાવ્યો છે. હરિયાણાથી ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનું નામ સુખા છે. પાણીપતથી નવી મુંબઈ લાવવામાં આવ્યો છે, જ્યારે આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
આ વર્ષે જૂન મહિનામાં પોલીસે દાવો કર્યો હતો કે સલમાન ખાનના ફાર્મ હાઉસમાં નિશાન બનાવ્યું હતું. આ ષડયંત્ર પહેલા એપ્રિલ મહિનામાં સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું.
સલમાન ખાને આ વર્ષની શરુઆતમાં પોલીસને નિવેદન આપ્યું હતું કે પોતાના પર હુમલા કરવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શક છે અને આ કામ પરિવારના લોકોની હત્યા કરવાના ઉદ્દેશથી કર્યું હતું.સલમાન ખાનનું નિવેદન ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે. સલમાન ખાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ બનાવટી ઓળખપત્ર મારફત પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં ઘૂસવાની કોશિશ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યાનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને સંપત નેહરા ગેંગ્સે સલમાન ખાનની મૂવમેન્ટની જાણકારી માટે બાંદ્રા સ્થિત ઘર, પનવેલ ફાર્મ હાઉસ અને શૂટિંગ લોકેશન માટે 60-70 લોકોને કામ પર રાખ્યા છે. સલમાન ખાનની હત્યાના ષડયંત્ર રચવાની જાણકારી પછી 24 ઓગસ્ટના પનવેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાન ખાનને મળેલી ધમકીઓ અને સુરક્ષાને લઈ તાજેતરમાં અરબાઝ ખાને મહત્ત્વની વાત કરી હતી. અરબાઝે કહ્યું હતું કે અત્યારનો એવો તબક્કો છે, જેમાં ખબર પડે કે તમારી સાથે કોણ છે. તમારી આસપાસ બનનારી વસ્તુઓ તમને રિયાલિટી ચેક કરવા શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!