બાપ બાપ હોતા હૈઃ અભિષેક પછી હવે અમિતાભ બચ્ચને ચાર ગણા ભાવમાં મુંબઈમાં ખરીદી પ્રોપર્ટી
મુંબઈઃ બોલીવુડના શહેનશાહનું નામ હંમેશાં ચર્ચામાં રહે છે. ચાહે કોઈ ફિલ્મ હોય કે પછી તેમના પર્સનલ બ્લોક કે પછી કોઈ મહત્ત્વના પ્રસંગમાં તેમની પ્રતિક્રિયા. પણ આ વખતે તમારા માટે સૌથી મોટા સમાચાર લઈને આવ્યા છે કે અયોધ્યામાં પ્રોપર્ટી ખરીદીને બિગ બી ચર્ચામાં આવ્યા હતા. હવે મુંબઈમાં પ્રોપર્ટી ખરીદીને ફરી લાઈમલાઈટમાં આવ્યા છે.
વાત એ નવી નથી, કારણ કે હજુ ગયા અઠવાડિયા દરમિયાન અભિષેક બચ્ચને મુંબઈના પરા બોરીવલીમાં છ ફ્લેટ ખરીદ્યા હતા. હજુ એ સમાચાર નવા છે, ત્યાં હવે અમિતાભ બચ્ચને અંધેરીના વીરા દેસાઈ ખાતે ત્રણ કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત 60 કરોડ રુપિયા છે, જ્યારે 20મી જૂનના અમિતાભ બચ્ચનવતી રજિસ્ટ્રેશન કર્યું છે.
આ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ્સમાં માહિતી જાણવા મળી છે કે બિગ બીએ 60 કરોડમાં 8,429 ચોરસ ફૂટની ત્રણ ઓફિસની જગ્યા ખરીદી છે. આ ત્રણ પ્રોપર્ટી મુંબઈના અંધેરી પશ્ચિમ સ્થિત સિગ્નેચર બિલ્ડિંગ આવેલી છે, જ્યારે તેમાં ત્રણ કાર પાર્કિંગનો સમાવેશ થાય છે.
ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્સ મુજબ અમિતાભ બચ્ચને વીર સાવરકર પ્રોજેક્ટસ લિમિટેડ પાસેથી રુપિયા 31,498 ચોરસ ફૂટની કિંમતે કુલ 4,894 ચોરસ ફૂટની સ્પેસ ખરીદી છે. એના માટે 3.57 કરોડ રુપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરી છે.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ દીકરા અભિષેક બચ્ચને પણ બોરીવલીમાં છ ફ્લેટ ખરીદ્યા હતા. અભિષેક બચ્ચને બોરીવલીના ઓબેરાય રિયલ્ટી સ્કાય સિટી પ્રોજેક્ટમાં છ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા અને તેની કિંમત 15.42 કરોડ હતી.
અલબત્ત, જોકે, અમિતાભ બચ્ચને આ અગાઉ 2023માં ચાર યુનિટસ 29 કરોડમાં ખરીદ્યા હતા. દીકરાએ પંદર કરોડમાં પ્રોપર્ટી ખરીદી હતી તો બાપ અમિતાભ બચ્ચને ચાર ગણા ભાવમાં નવી પ્રોપર્ટી ખરીદીને દીકરા કરતા પણ સવાયા હોવાનું પુરવાર કર્યું છે.
બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બચ્ચન કલ્કિ 2898 એડીમાં જોવા મળશે. આવતીકાલે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. કલ્કિ 2898 એડી બિગ બી સિવાય પ્રભાસ, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને કમલ હાસન પણ જોવા મળશે.