July 1, 2025
ટોપ ન્યુઝધર્મનેશનલ

શુભ દિપાવલીઃ 500 વર્ષ પછી અયોધ્યામાં રામવાળી દિવાળી, લાખો દીપકથી ઝળહળશે અયોધ્યા

Spread the love

રામનગરી અયોધ્યા આજે સજીધજીને તૈયાર છે. આ વખતે અયોધ્યામાં દિવાળીની ઉજવણીના ભાગરુપે 28 લાખ દીવડાથી ઝળહળશે, જ્યારે એમાં પણ વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાશે. અયોધ્યામાં થનારી રોશનીની ખાસિયત એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના 120થી 600 ફૂટની ઊંચાઈ સુધી આકાશમાં રોશનીથી ઝળહળી ઉઠશે. અયોધ્યામાં આજે 500 વર્ષ પછી રામવાળી દિવાળી છે. રામ ભગવાનના સ્વાગતમાં રામનગરી તૈયાર છે. નવા મંદિરમાં રામ લલ્લાની પ્રતિષ્ટા પછી આ પહેલી દિવાળી છે, જ્યાં આજે અને આવતીકાલે આખું અયોધ્યા લાખો દિવડાથી ઝળહળી ઉઠશે. દરેક ઘાટ પરઅલગ અલગ પેટર્ન રાખી છે, જેમ કે સ્વસ્તિક આકારના 80,000 દીવાથી સજાવાવામાં આવશે. દસનો નંબરના ઘાટનું વિશેષ આકર્ષણ રહેશે.
image source toi
સરયુ પુલ પર લેજર, ફ્લેમ શો જોવા મળશે
અયોધ્યાના જાહેર રસ્તા, શેરીઓ, મહોલ્લાથી લઈ સરયુ નદીનો ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. ઘરે ઘરે દિવાના ઝગમગાટ સાથે આજે સરયુ ઘાટે 28 લાખ દિવા કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવશે. આજે ભગવાન રામના ચરિત્રની ઝાંખી સાથે ભ્રમણ કરશે. અયોધ્યામાં પ્રદૂષણુક્ત દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરયુ પુલ પર આતશબાજી સિવાય આજે લેજર શો, ફ્લેમ શો અને સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોને લાઈવ જોવા માટે 40 જમ્બો એલઈડી સ્ક્રિન લગાવવામાં આવ્યા છે.

રામ ભગવાનનો રાજ્યાભિષેક થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે આ વખતની દિવાળી ઐતિહાસિક છે, જ્યારે અયોધ્યામાં રામલલાના મંદિરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવશે. રામકથા પાર્ક નજીક હેલિપેડ ખાતે ભરત મિલાપ કાર્યક્રમ થશે. અહીં પુષ્પક વિમાનથી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા જાનકી આવશે. આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સ્વાગત કરશે અને રામકથા પાર્કમાં ભગવાન રામનો રાજ્યાભિષેક કરવામાં આવશે. મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં 1,100 લોકો સરયુ નદીના ઘાટમાં વિશેષ આરતી કરશે. વિભિન્ન રાજ્યના કલાકારો દ્વારા રામ લીલા પણ યોજવામાં આવશે.

ક્યાં ક્યાં દિવાળીનું થશે સેલિબ્રેશન
અયોધ્યામાં આજે રામ કી પૈડી, ભજન સંધ્યા સ્થળ, ચૌધરી ચરણ સિંહ ઘાટ ખાતે 28 લાખ દિવડા પ્રગટાવવાનું આયોજન કર્યું છે, જેમાં 25 લાખ દિવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. મંગળવારે સાંજના પંચાવન ઘાટ પર દીવાની ગણતરી કરવામાં આવી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના સલાહકાર નિશ્ચલ બારોટના નેતૃત્વમાં 30 સભ્યની ટીમે સરયુના ઘાટ પર ડ્રોન મારફત દીવાની ગણતરી કકરી હતી. દિવા માટે સ્થાનિક લોકોને 28 લાખ દિવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી 10 ટકા નુકસાન થાય તો પણ 25 લાખનો ટાર્ગેટ રાખ્યો છે.
10,000 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સુરક્ષા કર્મચારીઓ પૂરા શહેરમાં તહેનાત રહેશે. રામ કી પૌડીથી અવરજવરના 17 રસ્તાને જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે, જેમાં ફક્ત પાસધારકોને પ્રવેશ આપવામાં આવશે. સ્થાનિક પોલીસ મળીને કૂલ 10,000થી વધુ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાંથી અડધોઅડધ સિવિલ ડ્રેસમાં હશે. આજે વિવિધ ઘાટને સજાવવા માટે 30,000થી વધુ વોલિન્ટિયર્સની મદદ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!