July 1, 2025
ટોપ ન્યુઝ

5 દિવસ બાદ મહિનો જ નહીં પરંતુ બીજું પણ ઘણું બદલાઈ રહ્યું છે…

Spread the love

ઓગસ્ટનો મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે અને 2024નો નવમો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ બધા વચ્ચે આવનારા દર મહિનાની જેમ જ પહેલી તારીખ લથી સરકાર દ્વારા કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવે છે, જેની અસર મધ્યમવર્ગીય માણસ પર જોવા મળે છે. ચાલો, જાણીએ કે શરૂ થઈ રહેલાં સપ્ટેમ્બર મહિનામાં કયા-ક્યા મહત્વના ફેરફાર થશે, અને તમારા ખિસ્સા પર એની કેટલી અસર જોવા મળશે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. પરિણામે પહેલી સપ્ટેમ્બરથી રાંધણ ગેસથી લઈને કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ATF, CNG અને PNGના ભાવ પણ વધશે?
ઓઇલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યૂલ (ATF), સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આની કિંમતમાં વધારો-ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
TRAI બદલશે ફેક કોલનો નિયમ
ટ્રાય દ્વારા ટેલીકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ બનાવટી અને ત્રાસદાયક બની રહેલા કોલ અને મેસેજને રોકવા માટે આવશ્યક પગલાં ભરે. પરિણામે પહેલી સપ્ટેમ્બરથી આવા કોલ્સ પર લગામ લાગી શકે છે. ટ્રાય દ્વારા ટેલીકોમ કંપનીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થનાર ટેલીમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન બેઝ ડિસ્ટ્રીબ્યૂટેડ લેઝર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દે.
આધાર કાર્ડ અપડેટ કરાવવાની મુદ્દત એકસ્ટન્ડ કરાશે?
હાલમાં 14મી સપ્ટેમ્બર સુધી નાગરિકો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે. જોકે, જો મુદ્દત નહીં વધારવામાં આવે તો આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરાવવા પૈસા ચુકવવા પડશે. આ પહેલા ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ 14મી જૂન હતી, જેને લંબાવીને 14મી સપ્ટેમ્બર કરવામાં આવી છે.
HDFC ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટની મર્યાદા કરશે નક્કી
HDFC બેંક દ્વારા પહેલી સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરવામાં એવી છે. આ સાથે સાથે જ ગ્રાહકો દર મહિને માત્ર 2000 પોઈન્ટ્સ મેળવી શકશે અને થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક પેમેન્ટ કરવા પર બેંક દ્વારા કોઈ પણ પ્રકારના રિવોર્ડ પોઇન્ટ આપવામાં આવશે નહીં.
IDFC First Bank Credit Cardનો બદલાશે નિયમ
પહેલી સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડ પર ચૂકવવા પડતાં મિનીમમ ફીમાં ઘટાડો થવા કરવામાં આવી શકે છે. આ સિવાય ચુકવણીની મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ મર્યાદા 18 દિવસને બદલે 15 દિવસ કરવામાં આવી છે. આ તારીખથી જ RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ક્રેડિટ કાર્ડ્સની જેમ જ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
મોંઘવારી ભથ્થામાં થશે વધારો?
એવું કહેવાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત પણ પહેલી સપ્ટેમ્બરથી કરી શકે છે. વર્તમાનકાળની વાત કરીએ તો કર્મચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!