Justice or not Justice: 40 વર્ષ બાદ બળાત્કારના કેસમાંથી આરોપીને મળી મુક્તિ
મુંબઈઃ અહીંની સેશન્સ કોર્ટે 1984ના રેપ કેસમાં 70 વર્ષના દાઉદ બંદુ ખાનને કોર્ટે મુક્ત કર્યો છે, જેમાં કોર્ટે આરોપીની સામે કોઈ નક્કર પુરાવા નહીં હોવાની સાથે પીડિતાનું પણ મોત થયા પછી ચુકાદો આપતા આખો કેસ ચર્ચામાં આવ્યો છે.
મુંબઈની સેશન્સ કોર્ટે 1984માં એક 15 વર્ષની છોકરીની માતા દ્વારા દાખલ કેસમાં 70 વર્ષના વૃદ્ધને મુક્ત કર્યો છે. આ કેસમાં આરોપી વ્યક્તિ ફોલ્કલેન્ડ રોડનો રહેવાસી છે અને 1986થી ફરાર હતો. તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું અને સાત મે, 2024ના ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. દાઉદ બંદુ ખાન ઉર્ફે પાપા તરીકે ઓળખ કરવામાં આવી છે.
1984માં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં એક છોકરીની માતા દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. એ વખતે છોકરી ઉર્દૂ મીડિયમ સ્કૂલમાં ભણતી હતી. આરોપી છોકરીના પરિવારના વિસ્તારમાં રહેતો હતો. છોકરીએ કહ્યું કે તે બાથરુમ જાય છે અને પછી ત્યાંથી પાછી ફરી આવી નહોતી. શોધખોળ કરવામાં આવ્યા પછી નક્કર માહિતી મળી નહીં મળતા ગુમ થયાની ફરિયાદ અને અપહરણનો કેસ નોંધ્યો હતો.
છોકરીના પરિવારે આરોપ લગાવ્યો હતો કે છોકરીનું અપહરણ કરીને રેપ કર્યો. ત્યારબાદ રેપની કલમ પણ લગાવી અને પોલીસે ચાર્જશિટ દાખલ કરી હતી. કોર્ટમાં આરોપીએ દોષી નહીં હોવા અંગે અરજી પણ કરી હતી અને પછી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છોકરીના માતાપિતા દ્વારા કેસમાં અનેક પુરાવા અને તથ્યો રજૂ કરવામાં આવ્યા, જેથી આરોપીને સજા મળી શકે.
જોકે, પીડિતાના સંબંધીએ કોર્ટને જણાવ્યું કે આરોપી અને પીડિતાની વચ્ચે પ્રેમ સંબંધ હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા અને બંનેને ચાર બાળકો પણ હતા. તેઓ આગ્રામાં સાથે રહેતા હતા. એ વખતે પીડિતાની માતા, ખુદ પીડિતા અને એને બે બાળક પણ મૃત્યુ પામ્યા છે. આ કેસમાં કોર્ટના દેશપાંડેએ કહ્યું કે આ કેસ બહુ જૂનો છે. ફરિયાદી પક્ષવતીથી મોટા ભાગના પુરાવા અથવા ગેરહાજર અથવા મૃત છે. આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા પછી કોર્ટે પણ કાર્યવાહી કરી છે. કોર્ટે કહ્યું કે ઓન રેકોર્ડ કોઈ પ્રમાણ નથી કે આરોપીએ સગીર પીડિતાનું અપહરણ કર્યું અને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોય.