31મી મે બાદ આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period…
જયોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને બુધ દર થોડાક સમયે પોતાની ચાલ બદલતા રહે છે અને ગ્રહોના રાજકુમાર મે મહિનામાં ફરી વખત ગોચર કરવા જઈ રહ્યા છે અને બુધના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
અત્યારે આ ગ્રહોના રાજકુમાર બુધ મેષ રાશિમાં બિરાજમાન છે. આગામી 31મી મેના રોજ બુધ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિથી વૃષભમાં બુધના ગોચરથી કેટલીક રાશિઓ માટે સારો તો કેટલીક રાશિના જાતકો માટે અશુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે. પણ આપણે અહીં વાત કરવાના છીએ એવી રાશિઓ વિશે કે જેમના માટે અચ્છે દિનની શરૂઆત થઈ જાય રહી છે.
મેષ:
મેષ રાશિના જાતકોને બુધના આ ગોચરથી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આ રાશિના લોકોએ ભવિષ્ય માટે બનાવેલી તમામ યોજનાનો અને પ્લાનિંગ સફળ થઈ રહ્યા છે. કામકાજ માટે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. આ સમયગાળામાં તમારુ સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યાપાર-ધંધામાં અટકેલા પૈસા પાછા મળી શકે છે.
મકર:
મકર રાશિના જાતકો માટે ગ્રહોના રાજકુમાર બુધનું આ ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સુંદર આયોજનથી તમે વેપાર- ધંધામાં સારો નફો મેળવી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે, અને જંક ફૂડ ખાવાનું ટાળવું તમારા માટે સારુ રહેશે. આર્થિક ધન-લાભ થવાની સંભાવના છે. તમારે માતાના સ્વસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો.
કુંભ:
મકર અનેમેષ રાશિના જાતકોની જેમ જ કુંભ રાશિના જાતકો માટે પણ બુધનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે. ધંધા-વેપારમાં પૈસાને લગતી સમસ્યાનો અંત આવશે. તેમજ તમારી પોતાની સમજણશક્તિથી તમે તમારુ પરફોર્મન્સમાં સુધારો કરી શકશો. આ સમયગાળામાં તમારે તમારા જીવનસાથીને સમય આપવો પડશે.