18 વર્ષ બાદ બની રાહુ અને શુક્રની શુભ યુતિ, આ રાશિની ચમકી ઉઠશે કિસ્મત…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરને ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે એને ગોચર કહેવામાં આવે છે. આ ગ્રહો ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે, જેની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે.
આવું જ એક ગોચર બે દિવસ પહેલાં એટલે કે 28મી જાન્યુઆરીના થયું છે. 28મી જાન્યુઆરીના શુક્રએ મીન રાશિમાં ગોચર કર્યું છે જ્યાં પહેલાંથી જ રાહુ બિરાજમાન છે. રાહુ-શુક્રની યુતિ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિના જાતકો માટે આ યુતિ ફળદાયી સાબિથ થઈ રહી છે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે શુક્ર અને રાહુની યુતિ શુભ પરિણામો આપશે. આ સમયે નોકરી બદલશો તો તેનાથી લાભ થશે. મિત્રો સાથેના સંબંધો વધારે મજબૂત થઈ રહ્યા છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક સ્થિતિ સુધરશે.
કર્કઃ કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો પૈતૃક સંપત્તિની બાબતમાં ખૂબ જ સારો રહેશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને એનાથી સારી એવી આવક થશે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.
મીનઃ મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ રહેશે. પૈસા કમાવવાની સાથે સાથે જ બચત કરવા માટે સરળ રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટકી પડેલું ધન પાછું મળી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. સંબંધોમાં સુધારો થશે. કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સાથ-સહકાર મળશે.