June 30, 2025
એસ્ટ્રોલોજી

100 વર્ષ બાદ મીન રાશિમાં છ ગ્રહો બનાવશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…

Spread the love

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના ગોચર અને બદલાતી ચાલની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. માર્ચ મહિનામાં મીન રાશિમાં છ ગ્રહો એક સાથે બિરાજમાન થશે.જ્યોતિષશાસ્ત્રમાં આને એકદમ દુર્લભ સંયોગ માનવામાં આવે છે. 27મી ફેબ્રુઆરીના શુક્ર મીન રાશિમાં ગોચર કર્યું હતું અને 14મી માર્ચ, 2025ના સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્યાર બાદમાં ચંદ્રમા 28મી માર્ચના મીન રાશિમાં ગોચર કરશે, બુધ પણ મીનમાં બિરાજમાન છે અને રાહુ પણ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે. ટૂંકમાં કહીએ તો 29મી માર્ચના મીન રાશિમાં છ મોટા મોટા ગ્રહો બુધ, સૂર્ય, ચંદ્રમા, શુક્ર, શનિ અને રાહુની યુતિ થતાં એક દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે મીન રાશિમાં એક સાથે છ ગ્રહોની યુતિ થવાથી અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. ઓફિસના કામમાં પણ તમને સફળતા મળી રહી છે. કામના સ્થળે આ સમયે નવા ફેરફારો થઈ શકે છે. મહેનતનું પૂરતું પરિણામ મળી રહ્યું છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. રોકાણથી સારો એવો લાભ થશે. પરિવાર સાથે સારપો એવો સમય પસાર કરશો.

કર્કઃ કર્ક રાશિના જાતકોની સ્થિતિ સુધરી રહી છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસના સિલસિલામાં કોઈ જગ્યાએ બહાર જઈ શકો છો. સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

ધનઃ ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે આ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. પ્રોફેશનલ લાઈફમાં પણ સફળતા મળી રહી છે. પ્રોપર્ટી ખરીદવાથી લાભ થઈ રહ્યો છે. નોકરીમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!