વડા પ્રધાન મોદીની ઢાલ બનનારી પ્રથમ મહિલા કમાન્ડો કોણ છે, નોર્થ ઈસ્ટનું છે ગૌરવ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં એક ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. મણિપુરના સેનાપતિ જિલ્લાના નાના ગામની કૈબીની રહેવાસી ઈન્સ્પેક્ટર અદાસો કપેસા દેશના પ્રતિષ્ઠિત સુરક્ષા યુનિટ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)માં સામેલ થઈને ઈતિહાસ રચ્યો છે. અદાસો કપેસા પીએમ મોદની સુરક્ષામાં તહેનાત થનારી પ્રથમ મહિલા કમાન્ડો છે. વાઈરલ તસવીરમાં અદાસો કપેસા બ્લેક સૂટ અને ઈયરપીસની સાથે પીએમના પાછળ કોન્ફિડન્ટ ઊભી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ મહિલા સશક્તિકરણને પણ બિરદાવી હતી.
અદાસો કપેસા મણિપુરના માઓ નાગા જનજાતિની છે, પરંતુ બાળપણથી ઊંચા સપના જોયા અને સફળતાથી હાંસલ પણ કર્યાં. સ્થાનિક સ્કૂલમાં ભણ્યા પછી સીમા સુરક્ષા દળ (એસએસબી)માં જોડાયા. ત્યારબાદ ઉત્તરાખંડના પિઠોરાગઢમાં એસએસબીની પંચાવનમી બટાલિયનમાં ઈન્સ્પેક્ટર (જનરલ ડ્યૂટી)માં જોઈન કર્યું હતું. પોતાની હિંમત અને બહાદુરીના બળે એસપીજીમાં સ્થાન મેળવ્યું હતું.
હવે વાત કરીએ એસપીજીની તો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં નોકરી મેળવવાનું પણ સરળ હોતું નથી. આ ભારતની સૌથી હાર્ડ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ છે, જે ફક્ત વડા પ્રધાન અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડે છે. એસપીજીમાં પસંદગી પ્રક્રિયા પણ આકરી હોય છે, જેમાં શારીરિક અને માનસિક રીતે મજબૂત પ્રક્રિયામાં પસાર થવું પડે છે. એસપીજીની ટ્રેનિંગમાં આર્શલ આર્ટ, બોમ્બ ડિફ્યુઝિંગ અને ગુપ્ત મિશનની કામગીરીનો સમાવેશ થાય છે. અદાસોએ 2020માં એસપીજી કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી અને 2024માં પીએમ કોર સિક્યોરિટી ટીમમાં સામેલ થયા હતા. કપેસાએ વડા પ્રધાન મોદીને સુરક્ષા પૂરી પાડીને મહિલાઓની સુરક્ષા માટે પણ એક મિસાલ કાયમ કરી છે.
અદાસો કપેસાની એસપીજીમાં તહેનાતી એક વ્યક્તિગત જીત નથી, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીનું પ્રતીક છે. તાજેતરમાં પીએમ મોદીની બ્રિટન મુલાકાત વખતે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. તેમને નારી શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ તરીકે નવાજવામાં આવ્યા હતા. ખાસ કરીને મણિપુર અને પૂર્વોત્તર ભારતના લોકો માટે આ સૌથી મોટા ગૌરવની વાત હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.
