July 3, 2025
મહારાષ્ટ્રમુંબઈ

Mumbai-Pune Expressway પર અકસ્માત, વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી

Spread the love

મુંબઈ: મુંબઈ- પુણે એકસપ્રેસવે પર થયેલા ગમખ્વાર અકસ્માત (Fatal Accident On Mumbai Pune Expressway) થયો હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પુણેથી મુંબઈ રહેલા ટેમ્પોએ ખોપોલીની હદમાં એક અજ્ઞાત વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિનનો ભુક્કો બોલાઈ ગયો હતો અને ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પુણેથી સામાન લઈને જઈ રહેલા ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળના અજ્ઞાત વાહન સાથે ટકરાયો હતો. આ અથડામણ એટલી બધી ભીષણ હતી કે ટેમ્પોની કેબિનનું ભુક્કો બોલાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ અટવાઈ ગયો હતો. આ અક્સ્માતમાં ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક નાગરિકો અને પોલીસ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતને કારણે પુણેથી મુંબઈ આવનારા વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અકસ્માતગ્રસ્ત વાહનને દૂર કરીને રસ્તો કલિયર કરવામાં આવ્યો હતો. મુંબઈ પુણે એકસપ્રેસ વે પર અવાર નવાર આ જ રીતે અકસ્માત થતાં હોય છે અને એને કારણે મુંબઈ પુણે વચ્ચે ટ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!