ઐશ્વર્યા રાયની લાડલી આરાધ્યાએ આ કારણથી સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું, વીડિયો જોઈ લો…
અમિતાભ બચ્ચન પરિવાર અત્યારે ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં દીકરા અભિષેક અને ઐશ્વર્યા રાયની દીકરીએ એક કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું હતું. ઐશ્વર્યા રાય અને દીકરી સાથે SIIMA 2024 એવોર્ડ લેવા માટે દુબઈ ગઈ હતી અને ત્યાંના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. દુબઈમાં આયોજિત કાર્યક્રમમાં ઐશ્વર્યા રાયના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જે પૈકી હવે એક વીડિયો દીકરીનો વાઈરલ થયો છે.
એક વીડિયોમાં ઐશ્વર્યા રાય એવોર્ડ લેવા માટે સ્ટેજ પરથી રિર્ટન થાય છે ત્યારે આરાધ્યા તેને ગળે ભેટી પડે છે, એના પછી ઐશ્વર્યા સાઉથના અભિનેતાને મળે છે અને એની વચ્ચે આરાધ્યાને પુનિત રાજકુમારના ભાઈ શિવાને મળાવે છે. એ વખતે આરાધ્યા શિવાને પગે લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકો ઐશ્વર્યાની સાથે આરાધ્યાની પ્રશંસા કરતા થાકતા નથી.
ખુશખુશાલ જોવા મળતા મા-દીકરી સાથે આરાધ્યાના સંસ્કાર અંગે લોકોએ પ્રશંસા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પણ ઐશ્વર્યાની સાથે આરાધ્યાનો એક વીડિયો શેર કરીને એક યૂઝરે લખ્યું હતું કે વિનિંગ હગ ફ્રોમ ડોટર ઈઝ સ્પેશિયલ, ત્યારબાદ આરાધ્યા અભિનેતાને નમસ્કાર કરીને પગે લાગે છે એની લોકોએ બાખુબી નોંધ લીધી હતી.
અહીં તમારી જાણ ખાતર જણાવીએ કે ઐશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેક ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો. દુબઈના કાર્યક્રમના વિવિધ વીડિયો પૈકી ઐશ્વર્યાની લોકોએ બેમોંઢે પ્રશંસા તો કરી હતી, પરંતુ હવે દીકરી આરાધ્યાના સંસ્કાર અને શિસ્તને જોઈને લોકોએ જોરદાર તારીફ કરી હતી. એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે ઐશ્વર્યાની દીકરી તેની સૌથી મોટી સપોર્ટર અને ચિયરલીડર છે. વાસ્તવમાં ઐશ્વર્યા જંગ જીતી ગઈ છે. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે ઐશ્વર્યાએ આરાધ્યાના સુસંસ્કાર આપ્યા છે. મોટા લોકોનું સન્માન કરવું એ પણ જાહેર કાર્યક્રમમાં એ પણ મોટી વાત છે. ત્રીજા એક યૂઝરે લખ્યું છે કે ક્વીને પ્રિન્સેસનો ઉછેર કર્યો છે.