February 12, 2026
ટોપ ન્યુઝનેશનલમહારાષ્ટ્ર

Aadhaar Card Updateને લઈને આવી મહત્ત્વની માહિતી, આ તારીખ સુધી જ કરાવી શકશો અપડેટ…

Spread the love

નવી દિલ્હીઃ આધાર કાર્ડ (Aadhaar Card)એ ભારતીય નાગરિકો માટે મહત્ત્વનું દસ્તાવેજ બની ગયો છે. અંગત ઓળખને સુનિશ્ચિત કરવાની સાથે સાથે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેનારાઓ માટે પણ આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. હવે આવા જ આ આધાર કાર્ડને અપડેટેશનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આધાર કાર્ડમાં ફ્રીમાં ડેટા અપડેટ કરાવવાની ડેડલાઈન હવે નજીક આવી ગઈ છે. આધાર કાર્ડ એનરોલમેન્ટ એન્ડ અપડેટ રેગ્યુલેશન્સ, 2016 અનુસાર આધારકાર્ડધારકોએ દર દસ વર્ષે પોતાનું આઈડી કાર્ડ અને એડ્રેસ અપડેટ કરાવવું ફરજિયાત છે. Unique Identification Authority Of India (UIDAI) દ્વારા સતત નાગરિકોને સમયસર પોતાની ઈન્ફોર્મેશન અપડેટ કરાવવા માટે અપીલ કરવામાં આવે છે.

આધાર કાર્ડને સમયસર માહિતી અપડેટ કરાવવાથી તમારી ઓળખ તો સુનિશ્ચિત કરે જ છે પણ એની સાથે સાથે જ વિવિધ સરકારી તેમ જ બિન સરકારી યોજનાનો લાભ લેવામાં મદદરૂપ પણ સાબિત થાય છે. આ જ કારણે સમય પર પોતાના આધાર કાર્ડને અપડેટ કરાવી લેવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારની અગવડ ના પડે.

UIDAI દ્વારા MyAadhaar પોર્ટલ ફ્રીમાં આધાર અપડેટ કરાવવાની અંતિમ તારીખ 14મી જૂન નક્કી કરી છે. 14મી જૂન બાદ આધાર અપડેટ કરાવવા માટે નાગરિકોએ ફી ચૂકવવી પડશે. ઓનલાઈન ઈન્ફોર્મેશન અપડેટ કરાવવા માટે 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જ્યારે આધાર સેન્ટર પર જઈને માહિતી અપડેટ કરાવવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

જો તમે પણ ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માંગતા હોવ તો તમારે MyAadhaar પોર્ટલ પર જવું પડશે. અહીં લોગ ઈન કરશો એટલે તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આપશે. આ ઓટીપીથી વેરિફિકેશન કરવું પડશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપડેટ સેક્શનમાં જઈને આવશ્યક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લો. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમને એક Service Request Number આવશે, જેની મદદથી તમે તતારી અપડેટની સ્થિતિની ટ્રેક કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!