February 26, 2026
નેશનલ

સુપર સિક્રેટઃ મોત પછી પણ ‘આધાર’માં જીવતા છે કરોડો લોકો

Spread the love


એક જ ઝટકે એક કરોડથી વધુ આધાર કાર્ડ બંધ કર્યા, કારણો જાણો?

દેશમાં આધાર કાર્ડે નાગરિકોની ઓળખ માટે મહત્ત્વનો દસ્તાવેજ રજૂ કર્યો છે, પરંતુ હજુ પણ એવા લોકોના નામે આધાર કાર્ડ છે, જેઓ મૃત્યુ પામ્યા છે. આરટીઆઈના અહેવાલમાં તાજેતરમાં ચોંકાવનારા ડેટા મળ્યા છે, જેમાં 14 વર્ષમાં લગભગ 1.17 કરોડ મૃત વ્યક્તિના આધાર બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે આ જ સમયગાળામાં કૂલ 16 કરોડ લોકોનાં મૃત્યુ થયા હતા. છે ને ગજબની વાત.

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશનના અહેવાલ મુજબ એપ્રિલ 2025 સુધીમાં ભારતની કૂલ વસ્તી 146.49 કરોડ હતી. ભારતના સિટિઝન રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) અનુસાર 2007થી 2029 સુધીમાં દર વર્ષે સરેરાશ 83.5 લાખ લોકોનાં મોત થાય છે, જ્યારે છેલ્લા 14 વર્ષમાં 11.69 કરોડ લોકોનાં મોત થયા છે, પરંતુ યુઆઈડીએઆઈએ ફક્ત 1.17 કરોડ આધાર કાર્ડ બંધ કર્યા છે. એટલે માંડ દસ ટકાથી પણ ઓછા તો બાકી લોકોનું શું. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા માટે હવે મૃતકોના આધાર કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે અત્યાર સુધીમાં 1.17 કરોડથી વધુ 12 ડિજિટવાળા નંબરને ઈન એક્ટિવ કર્યા છે, એમ યુઆઈડીએઆઈએ જણાવ્યું હતું.

આ અંગે ઓથોરિટીએ જણાવ્યું છે કે આ અભિયાન અન્વયે 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રજિસ્ટર્ડ આધાર કાર્ડ ધારકનું અગર જો મૃત્યુ થાય તો તેમના નામ રદ્ કરવામાં આવે છે અને એના માટે આધાર કાર્ડ ઓથોરિટીએ માય આધાર પોર્ટલ પર એક સેવા શરુ કરી છે, જેમાં પરિવારના સભ્યમાંથી અગર મૃત્યુ થાય તો ત્યાં જાણ કરવી, જેથી લોકો પોતાના પરિવારના સભ્યોને પણ મૃત્યુ અંગે જાણ કરી શકે. સરકાર આ અભિયાન અન્વયે 100 વર્ષથી વધુ ઉંમરવાળા આધારકાર્ડવાળાના ડેમોગ્રાફિક ડેટા રાજ્યોને મોકલી રહ્યા છે, જેથી એ વાતની પણ જાણકારી મળે કે આધાર સાચા છે કે ખોટા.

નિવેદનમાં જણાવ્યું છે કે આધાર ડેટાબેઝને નિરંતર મજબૂત બનાવવા માટે યુઆઈડીએઆઈએ અલગ અલગ સ્ત્રોતથી ડેથરેકોર્ડ પ્રાપ્ત કરીને યોગ્ય રીતે ચકાસીને આધાર નંબરને નિષ્ક્રિય કરવામાં આવે છે. યુઆઈડીએઆઈએ કહ્યું છે કે ભારતના રજિસ્ટ્રાર જનરલને આધાર નંબર સંબંધિત ડેથ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો પણ અનુરોધ કર્યો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના માધ્યમથી ઓથોરિટીએ 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લગભગ 1.55 કરોડ મૃત્યુના રેકોર્ડ પ્રાપ્ત કર્યા છે.

ઓથોરિટીએ યોગ્ય તપાસ કર્યા પછી લગભગ 1.17 કરોડ આધાર નંબર નિષ્ક્રિય કર્યાં છે, જ્યારે નોન-રેસિડન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમવાળા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ પ્રકારની પ્રક્રિયા ચાલુ છે. આ મુદ્દે ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 6.7 લાખ ડેથ રેકોર્ડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. પરિવારના જો કોઈ સભ્યના મૃત્યુ પછી પરિવારના સભ્ય દ્વારા પ્રમાણિત કર્યા પછી પોર્ટલ પર મૃતક વ્યક્તિનો આધાર નંબર અને ડેથ રજિસ્ટ્રેશન નંબર સાથે વસ્તી ગણતરી સંબંધિત માહિતી આપવાનું જરુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!