February 19, 2026
ઈન્ટરનેશનલ

US અને China વચ્ચે ‘ટેરિફ’ મુદ્દે આરપારની લડાઈઃ આજથી ચીન પર 104 ટકાનો ‘ટેરિફ’ લાગુ

Spread the love

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈ આમનેસામને આવી ગયા છે. અમેરિકાએ ચીન પર 104 ટકાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ચીન પર નવો ટેરિફ રેટ આજથી લાગુ પડશે, એમ વ્હાઈટ હાઉસે આજે જણાવ્યું હતું. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર વધુ વકરશે તો તેની અન્ય દેશ પર અસર થશે. ભારત સહિત એશિયાઈ દેશ પર વેપાર અસર પડશે.

આ અગાઉ અમેરિકાએ ચીનને ધમકી આપતા વધુ પચાસ ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી. અમેરિકાએ ચીનને જવાબ આપતા કહ્યું હતું કે અમેરિકા ટેરિફવોર અથવા વેપાર યુદ્ધ છેડવા ઈચ્છે તો અંતિમ સુધી અમે લડીશું. આ અગાઉ શી જિનપિંગે કહ્યું તું કે ચીનનું અર્થતંત્ર એક મહાસાગર છે, જળાશય નથી. ચક્રવાત જળાશયને પલટી શકે છે,પરંતુ દરિયાને નહીં.

વ્હાઈટ હાઉસથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે ચીન પર લગાવવામાં આવેલા 104 ટકા ટેરિફ આજે બપોરના 12 વાગ્યાથી લાગુ પડશે, કારણ કે ચીન નિર્ધારિત સમયમર્યાદા સુધી પોતાના 34 ટકા ટેરિફ હટાવવામાં નિષ્ફળ રહ્યું છે. ટેરિફ નવમી એપ્રલથી લાગુ પડશે. આ અગાઉ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે મંગળવાર સુધી અમેરિકન વસ્તુઓ પરથી રેસિપ્રોકલ ટેરિફ હટાવશે નહીં તો બુધવારે ચીન પર વર્તમાન ટેરિફમાં 50 ટકા વધારશે.

સોમવારે જ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને પોતાના ટેરિફને હટાવવા માટે બાર વાગ્યાનો સમય આપ્યો છે. બીજી બાજુ બીજિંગે સ્પષ્ટતા કરી હતી કે પોતાના 34 ટકા ટેરિફને નહીં હટાવે. અહીં એ જણાવવાનું કે વર્ષ 2024માં ચીનની સાથે અમેરિકાનો કૂલ વસ્તુ વેપાર 582 અબજ ડોલરનો હતો, જ્યારે અમેરિકા સાથે વેપાર કરવામાં મોખરે રહ્યું હતું. વર્ષ 2024માં ચીનની સાથે કૂલ વસ્તુઓ અને સેવાઓનો વેપારમાં 263 અબજ ડોલરથી 295 અબજ ડોલરનું હતું. આ અગાઉ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પૂર્વે સોમવારે જ દુનિયાના શેરબજારમાં મોટું ધોવાણ થયું હતું, તેનાથી અબજો ડોલરનું નુકસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!