વાઈલ્ડલાઈફઃ નદીમાં મોજ માણતા હાથીઓની વાઈરલ તસવીરોએ યુઝર્સનું દિલ જીત્યું
સોશિયલ મીડિયા પર થાઈલેન્ડના સેવ એલિફન્ટ ફાઉન્ડેશનનો વીડિયો થયો વાયરલ
હાથીઓને નદીમાં ઉછળતા કૂદતા અને પાણી સાથે મોજ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોને એ પસંદ પણ પડ્યો છે. વાઈરલ વીડિયો ક્લિપ થાઈલેન્ડમાં સેવ એલિફન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક લેક ચેલર્ટ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
વીડિયોમાં ગજરાજનું એક ટોળું નદી કિનારે, લીલા જંગલથી ઘેરાયેલું છે, જ્યાં હાથીઓનું ઝુંડ મજાથી પાણીમાં ન્હાય રહ્યું છે. મજાની વાત એ છે કે હાથીઓના ટોળામાં અમુક હાથી એકબીજા પર પાણી ઉછાળે છે, જ્યારે તેનો કેરટેકર્સ પણ તેમના પર નજર રાખે છે અને તેમની જરુરિયાતોને પણ પૂરી કરતો જોવા મળ્યો હતો. વાઈરલ વીડિયોમાં હાથી અને માનવી વચ્ચેની દોસ્તીનો પણ પરિચય કરાવ્યો છે.
વીડિયોમાં કેપ્શન પણ હટેક આપ્યું છે કે અને લખ્યું બાથ ટાઈમ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી હજારો લોકોએ તેની પ્રશંસા કરી હતી, જ્યારે સેંકડો લોકોએ તાત્કાલિક તેના અંગે પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે લખ્યું હતું કે પોતાની બેસ્ટ લાઈફ જીવી રહ્યા છે એ પણ મોજમસ્તીથી. બીજા એક યૂઝરે લખ્યું હતું કે કેટલા પ્રેમથી પોતાના જીવનને પસાર કરી રહ્યા છે. અન્ય યુઝરે પણ લખ્યું હતું કે માણસ પોતાની જિંદગી આટલી જ મોજથી અને કુદરત સાથે જીવવી જોઈએ. કુદરતનું જતન કરવાનું પણ જાનવર પાસેથી શિખવું જોઈએ. અહીં એ જણાવવાનું કે દુનિયામાં સૌથી વધુ પ્રેમાળ અને સમજદાર જાનવરમાં હાથીનું નામ પહેલું લેવામાં આવે છે, જે માનવી સાથે સરળતાથી જીવન પસાર કરી શકે છે.
ભારતમાં જ નહીં, પણ એશિયા અને દુનિયાના અન્ય દેશોમાં જમીન પરના સૌથી મોટા પ્રાણી તરીકે હાથીનું નાન અચૂક લેવાય છે, જેમાં ભારતની તુલનામાં આફ્રિકન હાથી જમ્બો હોય છે. ભારત સિવાય બર્મા, સુમાત્રા અને શ્રીલંકામાં પણ વસે છે. એશિયન કરતા આફ્રિકન હાથીના દંતશૂળ મોટા હોય છે, જે જીવનપર્યંત વધતા રહે છે.
વિશ્વનું સૌથી મોટા જાનવર હાથી એકદમ શાકાહારી પ્રાણી છે, જ્યારે તેનો સામાન્ય ખોરાક રોજનો 150 કિલોની આસપાસ રહોય છે, જેમાં ડાળી, પાંદડા, ફળો અને ધાન્ય પણ ખાય છે. પણ ભૂતકાળમાં જોવા મળતા હાથી હવે લુપ્ત થવાને આરે છે, તેમાંય વળી હાલની જાતિઓ માટે પણ મનુષ્યનું સંકટ પણ યથાવત્ જોવા મળે છે.
