December 20, 2025
અજબ ગજબ

Wildlife: બિલ્લીમાસી અને મગરમચ્છ વચ્ચે દોસ્તીની અનોખી કહાણી, જુઓ વાયરલ વીડિયો

Spread the love

પાણીમાં મગરની પીઠ પર બેસી બસે પાર પહોંચી બિલાડી, પ્રકૃતિના શિકારી અને નાજુક પાત્ર વચ્ચેના આશ્ચર્યજનક દ્રશ્યો

મગરનું નામ પડતા ભલભલાના રુંવાડા અદ્ધર થઈ જાય. જંગલના જંગલી જાનવર પણ તેનાથી ડરતા હોય છે અને મગર પણ તેમનો પળવાર શિકાર કરી લે એની ખબર પડતી નથી. કહેવાય છે કે મગરે એક વાર શિકાર કર્યો તો પછી તેની પકડમાંથી છૂટવાનું મુશ્કેલ બની છે, પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો વાઇરલ થયો હતો કે જેને તમામ કહેવતોને જાણે ખોટી પાડી હતી અને દોસ્તીના સંબંધોને જાણે ઉજાગર કર્યો હતો.

એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક બિલાડી તળાવના કિનારે બેઠી હતી અને પાણીમાં મગત હતો, જેવો મગરને જુએ છે અને મગર જેવો બિલાડીને જુએ છે તો કિનારે પહોંચે છે. બંને એકબીજાને જોયા પછી જાણે એમની વચ્ચે વાત યા ઈશારા થયા હોય એમ બિલાડી મગર પર સવાર થઈ જાય છે.

સૌથી આશ્ચર્યની વાત એ હતી કે બિલાડી જરાય ડર્યા વિના મગરની પીઠ પર સવાર થઈ જાય છે અને મગર પણ તેને સમર્થન આપતા સામે પાર જવા નીકળી પડે છે. એ વખતે બંને વચ્ચે ફક્ત મિત્રતા જોવા મળી હતી. મગર પણ બિલાડીને સામે પાર શાંતિથી સુરક્ષિત રીતે પાર કરાવે છે, જે વીડિયો વાઈરલ થયા પછી લોકોએ જોરદાર પ્રશંસા કરી હતી. વીડિયો પોસ્ટ કરનારાને લાખો લોકોએ લાઈક આપી હતી, જ્યારે વાઈલ્ડલાઈફ જગતના લોકોએ પણ તેની નોંધ લીધી હતી.


આ વીડિયો સોશિયલ મીડિયા પર દિનેશ પોથેરા નામના યૂઝરે પોસ્ટ કર્યો હતો. એક યૂઝરે તો લખ્યું હતું કે બંને વચ્ચે જોરદાર દોસ્તી છે. તો એક યૂઝરે લખ્યું હતું કે જાનવરોની વચ્ચે પણ દોસ્તીના સંબંધો પણ અદભુત હોય છે, જે આ વીડિયો પર પ્રતીત થાય છે. જાનવરોમાં હિંસા અને શિકાર વચ્ચે પણ આ બનાવ દોસ્તી માટે મિસાલ બની ગયો છે.

મગરની શ્રવણશક્તિથી શિકાર કરે
દુનિયામાં એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત અન્ય દેશમાં મગર જોવા મળે છે, જ્યારે દુનિયામાં 14 પ્રકારની મગરની જાત હોય છે, જેમાં બે મુખ્ય છે. મગર, ઘડિયાલ મહત્ત્વની છે. મગરની ચામડી સખત હોય છે, જ્યારે ભૂરા-લીલા રંગ હોય છે. મગરની મોટી પ્રજાતિ ખારા પાણીમાં હોય છે, જ્યારે 4.5 મીટરથી લઈ છ મીટર લાંબો હોય છે અને વજન 500 કિલોથી લઈ 1,000 કિલો સુધી પણ હોય છે. મગર દરિયાઈ પાણી, નદી, તળાવમાં રહે છે, જ્યારે શિકાર પણ જળચરોનો કરે છે, ક્યારેક જાનવરોનો પણ કરે છે. મગરના શક્તિશાળી જડબા, મજબૂત દાંતને કારણે શિકારને પકડી શકે છે, જ્યારે છુપાવવાની પણ ક્ષમતા છે તેમ જ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે. મગરની શ્રવણ શક્તિ જોરદાર હોય છે, તેથી પાણીમાં થનારા કંપન પરથી શિકારને શોધી લે છે.

દુનિયામાં 50 કરોડથી વધુ બિલાડી
બિલાડી વિશે કહેવાય છે કે લગભગ 9,500 વર્ષથી માનવી સાથે જોવા મળે છે, જ્યારે સરેરાશ તેનું જીવન પંદર વર્ષનું હોય છે. જ્યાં માનવી રહે છે ત્યાં બિલાડી પણ રહે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં તો બિલાડીને પાળવામાં આવે છે, જ્યારે દુનિયામાં તેની કૂલ સંખ્યા 50 કરોડથી વધુ છે. પુરુષોની તુલનામાં બિલાડીને મહિલાઓ ખાસ પાળે છે અથવા સાથે રાખે છે. અંગ્રેજીમાં તેને પુસી કેટ કહે છે તો મારવાડીમાં મિનકી યા જંગલી બિલાડીને બલારા અને ગુજરાતીમાં બિલાડી-બિલાડો કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!