ગ્લોબલ આઉટેજની વચ્ચે હવે આ શખસનો વીડિયો વાઈરલ, કર્યો મોટો દાવો
CrowdStrike Outage: માઈક્રોસોફટ, ક્રાઉડસ્ટ્રાઈક અને આઉટેજ ગ્લોબલ ઈતિહાસમાં એનું નામ લખાઈ ગયું, જે લોકોને 19 જુલાઈ આજીવન યાદ રહેશે. 19 જુલાઈના અચાનક દુનિયાની વિન્ડોઝ સિસ્ટમની સ્ક્રીન બ્લુ થઈ ગઈ અને કામકાજ ઠપ્પ થઈ ગયું.
દુનિયાભરની ટોચની બેંક, રેલ અને હવાઈ સર્વિસને સૌથી મોટો ફટકો પડ્યો હતો, જેમાં ભારતમાં કમ્પ્યુટર સિસ્ટમ પર અસર થઈ હતી, જ્યારે એરપોર્ટની ફ્લાઈટ રદ કરવાની સાથે કલાકોના સમયગાળા માટે મોડી પણ પડી. ભારત એટલું વિકસિત રાષ્ટ્ર નહીં હોવાને કારણે કદાચ મેજર અસર થઈ નહીં, પરંતુ અમેરિકા, યુરોપના દેશોમાં લોકોને હાલાકી પડી અને એના માટે માઈક્રોસોફ્ટ જવાબદાર હોવાની સાથે એ એક સોફ્ટવેર અપડેટ હોવાને કારણે થયું હતું.
First day at Crowdstrike, pushed a little update and taking the afternoon off ✌️ pic.twitter.com/bOs4qAKwu0
— Vincent Flibustier 👽 (@vinceflibustier) July 19, 2024
એના પાછળ ક્રાઉડ સ્ટ્ર્રાઈકનો હાથ હતો અને એના માટે માફી માગી હતી. હવે એની વચ્ચે એક શખસનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે ક્રાઉડ સ્ટ્રાઈકનો કર્મચારી ગણાવે છે, જેમાં અપડેટના બગ સાથે રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે અને એ શખસનુ નામ છે વિન્સેન્ટ ફિલ્બસ્ટર (Vincent Filbustier). આ ભાઈ એટલા દાવા કરે છે લોકોએ હવે રીતસર તેની આકરી ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે.
વિન્સેન્ટની પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં 38.4 મિલિયન જેટલા વ્યૂવર્સ મળ્યા છે અને 20,000 લોકોએ બુકમાર્કમાં સેવ કર્યા છે, જ્યારે ચાર લાખ લોકોએ લાઈક આપી છે. વિન્સેન્ટે પોતાના બાયોમાં લખ્યું હતું કે અપડેટને કારણે તેની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. હકીકત પણ કંઈક અલગ છે કે વિન્સેન્ટ એક લેખક છે, જે બેલ્જિયમમાં પેરોડી ન્યૂઝ સાઈટ નોર્ડપ્રેસ ચલાવે છે. ફ્રાન્સની ટીવી પર પણ ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યા છે. ટીવી શોમાં અનેક સ્ટોરી સાથે ચર્ચા કરતા જોવા મળ્યા છે.
વિન્સેન્ટની વાતને કોઈ વિશેષ ધ્યાનમાં લીધું નથી, પરંતુ કંપનીના સીઈઓએ કહ્યું હતું કે ક્રાઉડસ્ટ્રાઈકે બગનું નિરાકરણ લાવ્યું છે, જેને કારણે મુશ્કેલી સર્જાઈ હતી. માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવામાં આવી છે અને 365 એપ્લિકેશન સાથે જે ઈશ્યુ આવી રહ્યા હતા એને ફિક્સ કરવામાં આવ્યા છે. ક્રાઉડ સ્ટ્રાઈકના એક અપડેટને કારણે દુનિયાભરની માઈક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ ઠપ થઈ ગયા પછી એરપોર્ટથી લઈને બેંક, એટીએમ અને સ્ટોકમાર્કેટની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી.
