February 11, 2026
ધર્મનેશનલ

PM Modiના નિવાસસ્થાને નવા સભ્યનું થયું આગમન, Social Media પર આપી માહિતી

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો, વિદ્યાર્થીઓ, જાબાંજ જવાનો હોય કે પછી આપણા રમતગમતના ખેલાડીઓ પણ પ્રત્યે પ્રેમ અને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા છે. તાજેતરમાં તેમનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. પીએમ નિવાસસ્થાને ગાયે એક વાછરડાને જન્મ આપ્યો અને એનો પ્રત્યેનો પ્રેમ પણ છતો કર્યો.
પીએમ મોદીએ ગાયને શાલ ઓઢાડી
વડા પ્રધાને એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પીએમના નિવાસસ્થાને એક વાછરડું જોવા મળે છે. મંદિરમાં પૂજા વખતે ગાય સાથે વડા પ્રધાન જોવા મળ્યા હતા. ભક્તિભાવ સાથે વડા પ્રધાને વાછરડાને ફૂલોની માળા પહેરાવ્યા સાથે શાલ ઓઢાડી હતી. એટલું જ નહીં, વડા પ્રધાન બાળકના માફક વાછરડાને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી હતી.


ગાવઃ સર્વસુખ પ્રદાઃ
વિગતે વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને જન્મેલા એક નવજાત વાછરડાનું નામ દીપજ્યોતિ રાખ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેના અંગે જનતાને જાણ કરીને જોરદાર મેસેજ આપ્યો હતો. અગાઉના ટવિટર પણ હાલના X પર એક વીડિયો અને ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે – गाव: सर्वसुख प्रदा:’
એટલે દીપજ્યોતિ નામ રાખ્યું
આ મુદ્દે વડા પ્રધાને જાહેર જનતાને માહિતી આપતા લખ્યું હતું કે લોક કલ્યાણ માર્ગ પરના પીએમ આવાસ પરિવારમાં એક નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડા પ્રધાનના આવાસમાં પ્રિય ગૌ માતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું ચિન્હ છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે. લોક કલ્યાણ માર્ગમાં એક નવા સભ્ય! વાસ્તવમાં દીપજ્યોતિ ખરેખર ઘણી જ સુંદર છે.
સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ
સોશિયલ મીડિયા પર આ તસવીરો જોરદાર વાઈરલ થઈ હતી, જ્યારે તેના પર લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી. ટવિટર, ઈન્સ્ટાગ્રામ, લિન્કઈન, ફેસબુક સહિત અન્ય માધ્યમો પર પીએમ મોદીની ટવિટ રીપોસ્ટ કરીને પીએમ મોદીનો પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અંગે પણ પ્રશંસા કરી હતી. આ પોસ્ટ પરથી અમુક લોકોએ તારણ કાઢ્યું હતું કે પીએમ મોદી બહુ ધાર્મિક છે તો અમુક લોકોએ એના પર પણ રાજકારણ રમવાનું શરુ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!