ભગવાન વિષ્ણુના મંદિરનો ‘રક્ષક’ છે શાકાહારી મગર: જાણો આસ્થા ને રહસ્યની અનોખી ગાથા
કેરળના શ્રી અનંતપદ્યનાભ સ્વામી મંદિરનો ‘બાબિયા’ મગર દાયકાઓથી ભક્તો માટે કઈ રીતે બન્યો છે આસ્થાનું પ્રતીક

દેશમાં અનેક ધાર્મિક સ્થળો એવા છે, જ્યાં ચમત્કાર અને રહસ્યની અનેક વાર્તાઓ જોડાયેલી છે. એવું જ દક્ષિણ ભારતમાં વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે, પરંતુ એના રક્ષક તરીકે મગરનું નામ લેવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં મગર સવારી તો માતાજીની હોય છે. ખોડિયાર માતાજીની સવારી પણ મગરની કહેવાય છે, પણ આ તદ્દન અલગ જ વાત છે. વાત કરીએ દક્ષિણ ભારતના મંદિરની.
કેરળના કાસરગોડ સ્થિત શ્રી અનંતપદ્યનાભ સ્વામી મંદિરના બાબિયા નામના મગરનું કનેક્શન મંદિર સાથે ગજબનું માનવામાં આવે છે અને દાયકાઓ સુધી આ મંદિરના પરિસરમાં રહેલા લેકમાં એક મગર રહે છે, જે સંપૂર્ણ છે શાકાહારી. મંદિર અને મગરના કનેક્શનને કારણે ભક્તોમાં પણ મગરને લઈ મોટી આસ્થા હતી. તેના મોત પછી વધુ એક મગર શાકાહારી જોવા મળ્યો હતો તેનું સૌને આશ્ચર્ય પણ થયું હતું.
સામાન્ય રીતે તો મગર પોતાની આક્રમક વ્યવહાર જ નહીં શિકાર માટે જાણીતો છે અને માંસાહર વિના ગુજરાન કરવાનું મુશ્કેલ છે. પણ અહીં જોવા મળેલા શાકાહારી મગરે તમામ લોકવાયકાઓને ખોટી સાબિત કરી દીધી હતી. કાસરગોડ સ્થિત મંદિરના લેકમાં રહેલા જીવોને ક્યારેય મગરે નુકસાન પહોંચાડ્યું નથી અને આ મગર ફક્ત ગોળ, ચોખા જ ખાય છે. ભક્તોનું માનવું છે કે બાબિયા નામનો મગર મંદિરનો રક્ષક છે, જ્યારે તેની ઉપસ્થિતિ પણ ભગવાનના ચમત્કારથી પણ ઓછી નથી.
મંદિર સંબંધિત એક દંતકથા અનુસાર 1945માં અંગ્રેજ સૈનિકે મંદિરના તળાવમાં એક મગરને ગોળી મારી દીધી હતી, પરંતુ થોડા દિવસમાં ફરી મગર જોવા મળ્યો હતો એના પછી મગરને બાબિયા નામ આપ્યું હતું. આ બનાવ પછી ભક્તો માટે મગર આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે તે આધ્યાત્મિક રક્ષક માનવામાં આવે છે.
ઓક્ટોબર, 2022માં 75 વર્ષે બાબિયાનું મોત થયું હતું. વધતી ઉંમર પછી બાબિયાને અનેક બીમારીઓ થઈ હતી, જ્યાં મેંગલુરુ સ્થિત પિલિકુલા બાયોલોજિકલ પાર્કમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં મોત થયું હતું. બાબિયાના મોત પછી સંપૂર્ણ સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી અને અંતિમદર્શન માટે ભક્તોએ સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. બાબિયાના નિધનના એક વર્ષ પછી 2023માં મંદિરના તળાવમાં ફરી એક નવો મગર જોવા મળ્યો હતો, જે લોકો માટે આશ્ચર્યની વાત હતી. મંદિર પ્રશાસન અનુસાર જ્યારે એક મગર મરે છે, ત્યારે બીજો મગર આવી જાય છે એ રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. લેક સિવાય અનેક લોકોએ બાબિયાને નજીકની એક ગુફામાં પણ જોવા મળ્યો હતો.
