February 20, 2026
ટોપ ન્યુઝ

હે ભગવાનઃ મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના આઠ લોકોની હત્યા કર્યા પછી…

Spread the love

છિંદવાડાઃ મધ્ય પ્રદેશના છિંદવાડા ખાતે એક આદિવાસી પરિવારમાં આઠ લોકોએ સામુહિક હત્યા કર્યા પછી પરિવારમાં માનસિક અસ્થિર વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી સમગ્ર મધ્ય પ્રદેશમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા સત્વરે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર છિંદવાડામાં પરિવારમાં કથિત રીતે માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ આઠ જણની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કર્યા પછી પોતે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં પરિવારના અસ્થિર વ્યક્તિએ શા માટે પરિવારના આઠ સભ્યની હત્યા કરી અંગે એની નક્કર જાણકારી મળી નથી. જોકે, માહુલઝીર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક લોકોમાં આરોપી સાથે તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આરોપીએ તેના એક ભાઈ અને એના બાળકો પર હુમલો કર્યો હતો, પરંતુ તેઓ જીવ બચાવીને ભાગી ગયા હતા, એમ પોલીસ અધિકારીએ તેના પ્રાથમિક માહિતીમાં જણાવ્યું છે.
આ બનાવ તમિયા સ્થિત જંગલના ક ગામ બોદલકછારમાં બન્યો હતો. પોલીસે કહ્યું હતું કે આરોપી માનસિક રીતે અક્ષમ હતો. આ બનાવ મંગળવારે રાતના ત્રણ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું કહેવાય છે. આરોપીની પત્ની સાથે વિવાદ થયા પછી મોટો વિવાદ થયો હતો. આ બનાવમાં આરોપીએ પોતાની પત્ની, માતાપિતા, બહેન બાળકો અને એક ભાઈની હત્યા કરી નાખી હતી. આ બનાવ પછી પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.
અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે મે મહિનામાં મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના છ લોકોને ફાયરિંગમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, તેનાથી સમગ્ર રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. મંગળવાર મધરાતના આ સામૂહિક હત્યાકાંડને કારણે ફરી પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!