June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

ફક્ત 3 કાયમી કર્મચારી ધરાવનારી કંપનીએ શેરબજારમાં મચાવ્યો છે તરખાટ, કઈ કંપની બની છે હેવીવેઈટ?

Spread the love

મુંબઈઃ માર્કેટમાં કોના સિતારા ક્યારે આસમાન પર પહોંચે અને ક્યારે રસ્તા પર આવી જાય એનું કોઈ ભવિષ્ય ભાખી શકતું નથી. હાલમાં માર્કેટમાં એક જ અઠવાડિયામાં જમીન પરથી આસમાને પહોંચેલી કંપનીના શેરની બોલબાલા વધી છે. ફક્ત ત્રણ જ કાયમી કર્મચારી ધરાવનારી કંપનીએ રાતોરાત આસમાને પહોંચી છે, જાણીએ કઈ છે કંપની.
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટસની માર્કેટમાં બોલબાલા
ગયા અઠવાડિયા દરમિયાન માર્કેટમાં ધમાલ મચાવનાર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટનું આ અઠવાડિયે પણ ધુઆંધાર તેજી જોવા મળે છે. માર્કેટમાં મોટી ઊથલપાથલ વચ્ચે પણ એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટનો શેર માર્કેટમાં છવાયેલો છે. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટનો શેર આજે ટ્રેડિંગ સેશનમાં મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે કહ્યું તેમ માર્કેટના હેવીવેઈટ એમઆરએફને પણ પછાડીને એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ નિરંતર આગેકૂચ કરી રહ્યો છે. પાંચ ટકા વધીને 3,16,597 રુપિયાની સપાટી પાર કરી હતી.
3.53 રુપિયાથી ત્રણ લાખ રુપિયાની સપાટી પાર
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ બીએસઈ પર 3.53 રુપિયાથી વધીને ત્રણ લાખની સર્વોચ્ચ સપાટી પાર કરીને સૌને ચોંકાવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં શેરના ભાવમાં પંદર ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે રુપિયાની દૃષ્ટિએ શેરના ભાવમાં 43,000 રુપિયાનો ઉછાળો નોંધાયો છે. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ અને માર્કેટમાં શેરની બોલબાલા છે. 29મી ઓક્ટોબરના એક જ દિવસમાં 3.53 રુપિયાનો શેરનો ભાવ વધીને 2,36,250 રુપિયાએ પહોંચ્યો હતો, જે દિવસે જ માર્કેટમાં સૌથી મોંઘો શેર હોવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
પાંચ દિવસમાં 43,108 રુપિાયનો ઉછાળો
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં નોંધાયેલી તેજી બીએસઈ અને એનએસઈ પર આયોજિત એક સ્પેશિયલ કોલ ઓક્શનને કારણે આવી હતી. આ સ્પેશિયલ કોલ ઓક્શન ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીના પ્રાઈસ ડિસ્કવરી માટે આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસમાં 43,000 રુપિયાથી વધુ ઉછાળો જોવા મળ્યો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેરમાં પાંચ દિવસમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીના સ્ટોકમાં પાંચ દિવસમાં પંદર ટકા ઉછાળો જોવા મળ્યો છે, જેમાં 43,108 રુપિયાનો વધારો થયો. બાવન સપ્તાહની ઊંચી સપાટીની વાત કરીએ તો 3,16,597 રુપિયાનો ભાવ રહ્યો છે, જ્યારે તળિયાની સપાટી (બાવન અઠવાડિયાની નીચી સપાટી)માં કંનપીનો ભાવ 3.37 રુપિયા હતો.
એશિયન પેઈન્ટ્સની કંપનીમાં ભાગીદારી
અહીં ફરી એક વખત જણાવીએ કે એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટની એશિયન પેઈન્ટસમાં 2.95 ટકા ભાગીદારી છે, જ્યારે બુધવારે તેની ક્લોઝિંગ વેલ્યુ 8,200 કરોડ રુપિયાની છે. બીજી બાજુ એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સની માર્કેટ કેપ 6,330 કરોડ રુપિયાને પાર થયું છે. મેનેજિંગ ડાયરેક્ટર સિવાય કંપનીમાં ત્રણ કાયમી કર્મચારી છે. નાણાકીય વર્ષ 2024માં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સનો નેટ પ્રોફિટ 138 ટકા વધીને 176 કરોડ રુપિયાએ રહ્યો હતો.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!