June 30, 2025
હેલ્થ

‘બ્રિસ્ક વોક’ અનેક બીમારીને ભગાડી શકે, જાણો તંદુરસ્ત રહેવાનો નવો નુસખો!

Spread the love

રોજ થોડા સમય પૂરતા વોક કરવાનું શરીર માટે ફાયદાકારક રહે છે. ખાસ કરીને બ્રિસ્ક વોક હાર્ટ અને બીપી માટે એક દવાની રીતે કામ કરે છે, જેમાં અનેક પ્રકારની પીડામાંથી પણ મુક્તિ મળે છે. જાણો ડેઈલી વોક કરવાના શું ફાયદા થાય છે અને બ્રિસ્ક વોક શું છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી મેડિસિન ના તો કોઈ દવા છે ના તો કોઈ સપ્લીમેન્ટ્સ કે પછી કોઈ પ્લાન્ટ. હવે મૂળ વાત કરીએ તો બ્રિસ્ક વોક તમારી દરેક મુશ્કેલીમાં ચમત્કારના માફક કામ કરે છે. ચાહે તમારા બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ હોય કે પછી બીપી કંટ્રોલની વાત. વાસ્તવમાં બ્રિસ્ક વોક તમારા હાર્ટને મજબૂત બનાવે છે.

બ્રિસ્ક વોકથી મેદસ્વીપણાને દૂર કરે છે, જ્યારે મેમરી પાવર-ક્રિએટિવિટીમાં પણ વધારો કરે છે. કોઈ પણ કામ પર ફોકસ કરી શકો છો અને તણાવ પણ ઘટાડે છે. ચાલવાથી સ્ટ્રેસ હોર્મન ઘટે છે અને હેપ્પી હોર્મોન્સના બોડીમાં ફ્લો પણ વધે છે, તેથી રોજ તમારે ચાલવાની આદત રાખવી જોઈએ.

આજના તણાવગ્રસ્ત માહોલમાં હેડેકની વાત સામાન્ય બની ગઈ છે, તેમાંય વળી અપૂરતી ઊંઘ હોય કે ખાણીપીણીમાં અનિયમિતતા વગેરે બાબત મુશ્કેલી નોતરી શકે છે. બ્રિસ્ક વોક એટલે એકદમ ધીમે ધીમે નહીં કે એકદમ ફાસ્ટ પણ ચાલવાનું નહીં, જેમાં તમે થાકતા નથી. તમારી ફિટનેસ માટે રોજના તમે 30 મિનિટ ચાલો, તેનાથી તમારી ફિટનેસ સારી રહે છે.

રોજના 30 મિનિટ ચાલવાનું હાર્ટ સંબંધિત બીમારીને પણ ભગાડે છે. મેમરી પણ તેજ બને છે, જ્યારે ભૂલવાની બીમારીની સાથે હાર્ટ એટેક યા સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે. બ્રિસ્ક વોકથી વજનમાં પણ ઘટાડો થાય છે, જ્યારે કેલરી પણ બર્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!