દેશના આ શહેરમાં પહેલું વાંસની થીમ આધારિત બનાવાશે મેટ્રો સ્ટેશન
બેંગલુરુઃ પર્યાવરણના જતન માટે ફક્ત વાતો કરવાથી નહીં, પણ તેનો યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. પાણી અને પર્યાવરણના જતનનો જેટલો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો તેનો લાંબા ગાળે ચોક્કસ ફાયદો થશે. અમુક શહેરો અને નાના ગામડાઓમાં સામાજિક સંસ્થાઓની મદદથી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એ જ રીતે દેશના આઈટી સિટી બેંગલુરુમાં પ્રયાસ કર્યો છે. બેંગલુરુ મેટ્રોને નમ્મા મેટ્રો તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે હમારા મેટ્રો.
આ જ મેટ્રોના સંચાલકો દ્વારા વાંસની થીમવાળું મેટ્રો સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરી છે. બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન (બીએમઆરસી) દ્વારા બાંબુ યા વાંસની થીમવાળું મેટ્રો સ્ટેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનની સંપૂર્ણ ડિઝાઈન યા ડેકોરેશન વાંસ આધારિત હશે. જેમ કે સ્ટેશનના વિભિન્ન ભાગમાં દીવાલ, છત અને ફર્નિચર માટે વાંસનો ઉપયોગ કરવામાં આવશે. વાંસના ઉપયોગને કારણે કાર્બન ફૂટપ્રિન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવશે અને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી પગલું પણ હશે, જેથી પ્રદૂષણ સંબંધિત અનેક સમસ્યાથી દૂર રહી શકાશે.
મેટ્રો સ્ટેશનની ખુલ્લી જગ્યા, શિલ્પ માટે ત્રિપુરાથી મંગાવેલા વાંસનો ઉપયોગ કરવામાં આવશે. એના સિવાય જયદેવ હોસ્પિટલથી મીનાક્ષી મંદિર સુધી બન્નેરઘટ્ટા રોડના પાંચ કિલોમીટરનો ભાગ બંબુસા મલ્ટિપ્લેક્સની સાથે ડેવલપ કરવામાં આવશે. આ બંને યોજના માટે આગામી ત્રણ મહિનામાં કરવામાં આવશે
હાલમાં બેંગલુરુમાં પહેલા અને બીજા તબક્કાનો અમુક ભાગ સર્વિસમાં ચાલુ છે અને ત્રીજા તબક્કાની કામગીરી ચાલુ છે. બેંગલુરુ મેટ્રોમાં રોજના પાંચથી વધુ લોકો મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. મેટ્રો ટ્રેન દર પાંચથી પંદર મિનિટના અંતરે દોડાવવામાં આવે છે, જ્યારે કલાકના 80 કિલોમીટરની રફતારથી મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ રહે છે.
બેંગલુરુ મેટ્રોનો પહેલા અને બીજા તબક્કાની સર્વિસ ચાલુ છે, જ્યારે બાકીનું કામકાજ 2025ના અંત સુધીમાં ચાલુ થશે. કર્ણાટક સરકારે ત્રીજા તબક્કાના નિર્માણ કાર્યને પણ મંજૂરી આપી છે, જેમાં 45 કિલોમીટર મુસાફરી કરી શકાશે. આ યોજના પાછળ લગભગ 16,000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે તેનું કામ 2028 સુધી પૂરી થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
બેંગલુરુ મેટ્રો રોજના ચારથી પાંચ મિનિટના અંતરે ફેરી ઉપલબ્ધ હોય છે, જ્યારે રવિવારે સવારના સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી દોડાવાય છે. સોમવારથી શુક્રવારે સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી દોડાવાય છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે અથવા જાહેર રજાના દિવસે છ વાગ્યાથી રાતના સાડાદસ વાગ્યા સુધી દોડાવાય છે.