બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: ઉસ્માન હાદીના મોત બાદ મીડિયા હાઉસ પર હુમલા અને ભારત વિરોધી તોફાનો
કટ્ટરપંથીઓએ હિન્દુ યુવકને જીવતો સળગાવ્યો, લઘુમતીઓ પર જોખમ વધ્યું
ઢાકાઃ બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ પછી રમખાણ કરનારાએ અડધી રાતના મીડિયા હાઉસને આગને હવાલે કરી દીધી. તોફાન કરનારા બાંગ્લાદેશના અગ્રણી અખબારને આગ લગાડી દીધી હતી, જ્યારે આ આગને કારણે અનેક પત્રકારો ત્રણથી ચાર કલાક ફસાઈ ગયા હતા, જેમાં સૌને મોતનો અનુભવ કર્યો હતો. ધ ડેઈલી સ્ટારની ઓફિસ પૂરી આગમાં લપેટાઈ જતા મોટું નુકસાન થયું હતું. બળવાખોરોએ બાંગ્લાદેશના બીજા અખબારોની કચેરીને આગ લગાવી દીધી હતી, જેનાથી સમગ્ર દેશમાં ભયનો માહોલ ઊભો થયો છે, જેમાં ભારત વિરોધી કટ્ટરપંથીઓ એક્ટિવ થવાથી હિંદુઓ વધુ ગભરાયા છે.
ન્યૂઝરુમની ઓફિસને આગ લાગ્યા પછી ન્યૂઝરુમમાં હાજર સ્ટાફે શરુઆતમાં નીચે જવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યાં સુધી પ્રદર્શનકારીઓએ આખી બિલ્ડિંગને આગ લગાડી દીધી હતી, ત્યાર પછી તોડફોડ શરુ કરી હતી, જેમાં અમુક પ્રવાસી ગંભીર રીતે ઘવાયા હતા. ઉપરાંત, અમુક લોકો જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા. આ બિલ્ડિંગના નવમાં માળે 28થી વધુ પત્રકાર હતા. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડ દ્વારા આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉસ્માન હાદીના મૃત્યુ પછી આ પ્રકરણને એન્ટિ ઈન્ડિયા અને એન્ટિ અવામી લીગ સાથે જોડવામાં આવે છે.
32 વર્ષના હાદીને ઢાકાના બિજોયનગરમાં ચૂંટણી પ્રચાર વખતે મોટરસાઈકલ પર આવેલા બે લોકોએ તેની હત્યા કરી હતી. 12 ડિસેમ્બરના હુમલા પહેલા તેને પૂર્વ ભારતના અમુક હિસ્સા સાથે ગ્રેટર બાંગ્લાદેશ નામે વિવાદાસ્પદ ફેસબુક મેપ પોસ્ટ કર્યો હતો, ત્યાર પછી આ હુમલાને લોકો ભારત સાથે જોડી રહ્યા છે. દરમિયાન એક હિંદુ યુવકને જીવતો સળગાવ્યો હતો. મેમનસિંધના ભાલુકા ખાતે દીપુ ચંદ્ર દાસ નામના યુવકને મુસ્લિમ કટ્ટરપંથીઓએ માર માર્યો હતો. દીપુ દાસે કહ્યું હતું કે સર્વ ધર્મ સમભાવ ગણાવ્યો હતો, તેથી કટ્ટરપંથીઓએ તેને ઈસ્લામનું અપમાન કર્યું હોવાની ગણાવીને તેની હત્યા કરી હતી, જેનાથી સમગ્ર લઘુમતીઓ કોમના લોકો પર સંકટમાં આવ્યા છે.
ઉસ્માન હદીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન મોત થયું હતું, ત્યાર પછી ભીડે શેખ મુજીબના ઘરે તોડફોડ કરવામાં આવી હતી. પ્રોથોમ આલો અને ધ ડેઈલી સ્ટારના ઓફિસને પણ આગ લગાવીને લૂંટફાટ કરી હતી. એના સિવાય પત્રકારો સાથે મારપીટ કરી હતી. હાદીના મોત પછી વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે દેશને સંબોધિત કરતી વખતે હાદીને નિડર ફ્રન્ટલાઈન ફાઈટર ગણાવ્યો હતો અને ફાંસીવાદી આતંકવાદીઓને નિષ્ફળ બનાવવાની અપીલ કરી હતી. હાદીની હત્યા પછી ઢાકામાં એક દિવસનો શોક જાહેર કર્યો હતો.
