નવા વર્ષથી અમેરિકામાં 35 દેશોના નાગરિકો પર પ્રતિબંધ: ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય
પહેલી જાન્યુઆરીથી ઈમિગ્રેશન નીતિ વધુ કડક; આફ્રિકન દેશો અને પેલેસ્ટાઈન દસ્તાવેજ ધારકો માટે એન્ટ્રી બંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નીતિને વધુ સખત બનાવતા મહત્ત્વનો નિર્ણય લીધો છે. પહેલી જાન્યુઆરી, 2026થી નવા દેશના નાગરિકો માટેના ટૂરિસ્ટ પ્રોહિબિશન રહેશે. એની સાથે કૂલ દેશની સંખ્યા હવે 35 થઈ ગઈ છે.
કયા કયા દેશના નાગરિકોની મુશ્કેલી વધી
ટ્રમ્પના નવા આદેશ અન્વયે ખાસ કરીને આફ્રિકાના દેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. સિરિયા, દક્ષિણ સુદાન, નાઈજર, માલી અને બુર્કિના ફાસાના નાગરિકો પર અમેરિકાએ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા છે. એના સિવાય પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરેલા દસ્તાવેજો રાખનારા નાગરિકોને અમેરિકા પ્રવેશમાં પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત, પંદર અન્ય દેશ પર આંશિક પ્રતિબંધો રહેશે, જેમાં અંગોલા, બેનિન, નાઈજિરિયા, સેનેગલ, ટાન્ઝાનિયા, ટોંગા, જામ્બિયા અને ઝિમ્બાબ્વેનો પણ સમાવેશ થાય છે. એનો અર્થ એ છે કે આ દેશના નાગરિકો માટે હવે અમેરિકા જવા માટે લોઢાના ચણા ચાવવાની નોબત આવશે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ નિર્ણય અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણય પાછળનું કારણ ગયા મહિના દરમિયાન નેશનલ ગાર્ડની ગોળીબાર કરવામાં આવ્યો હતો નેશનલ સિક્યોરિટી ગાર્ડની રહમાનુલ્લાહ લકનવાલ નામના એક અફઘાની નાગરિકે ફાયરિંગ કર્યું હતું, જેમાં એકનું મોત થયું છે.
આ હુમલા પછી હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમે રાષ્ટ્રપતિને કડક કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. આ અગાઉ ટ્રમ્પે પહેલા પણ સંકેત આપ્યા હતા કે થર્ડ વર્લ્ડના દેશના પ્રવાસીઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવે. ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય ફક્ત હિંસક નાગરિકોને તો રોકશે, પણ જે વિદ્યાર્થીઓ, નોકરિયાત તથા હાયલી સ્કીલ પર્સનને પણ રોકશે.
સરકારના આ નિર્ણયને કારણે અમેરિકામાં વિવાદ ઊભો થયો છે. ટ્રમ્પ સમર્થકોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ કોમન સેન્સ છે, જે તમારા દેશ માટે ખતરો બની શકે છે તેમને એન્ટ્રી આપવી જોઈએ નહીં. બીજી બાજુ ટીકાકારોએ કહ્યું છે કે આ પગલું ભેદભાવપૂર્ણ છે.
