નવા વર્ષે કેલેન્ડર નહીં, પણ તમારી જાતને બદલો: અચૂક અપનાવો આ 5 રિઝોલ્યુશન
નવા વર્ષની શરુઆતમાં લોકો અનેક પ્રકારના રિઝોલ્યુશન સાથે કરે છે, પરંતુ એનું પાલન કરતા નથી. પણ આ વર્ષે તમે બીજા કોઈના માટે નહીં, પરંતુ તમારા માટે આટલા કામ અચૂક કરો અને એનું પાલન કરવાનો પ્રયાસ કરો. જેનાથી તમે લોકોથી અલગ અને અંદરથી પણ આનંદ વ્યક્ત કરી શકશો. નવા વર્ષે ફક્ત કેલેન્ડર બદલાય છે, પરંતુ એની સાથે સેલિબ્રેશન કરવામાં આવે છે. નવા વર્ષ નિમિત્તે અનેક લોકો નવું નવું કરવાના દાવા કરે છે, જેમ કે દારુ પીવાનું છોડી દઈશ કે વહેલા ઊઠીને કસરત કરીશ, વગેરે વગેરે પણ એક-બે દિવસ પૂરતું રહે છે પરંતુ બાકી બધું ભૂલી જવાય છે. નવા વર્ષમાં આટલી વાતનું અચૂક પાલન કરી શકો.
ફિટનેસ ગોલ પણ એવા નક્કી કરો, જો તમે કરી શકો. અમુક એવા નિયમો બનાવ્યા હોય કે સવારે ઉઠતાની સાથે તમામ ભૂલી જવાય અને પાછા ઊંઘી જાવ. એના માટે મહત્ત્વનો નિયમ છે કે બહુ પેટભરીને જમશો નહીં. રાતના હળવું જમો. વહેલા સૂઈ જાઓ અને સૂતા પહેલા મોબાઈલને પણ દૂર રાખશો તો સવારે વહેલા ઉઠવામાં મદદ મળશે. આ વાતનું ત્રણ ચાર દિવસ ફોલો કરો અને સવારે ઉઠવાની આદતમાં સુધારો થશે.
સવારે ઉઠવા માટે ખાસ કરીને તમે ફિટનેસ મોટિવેશનની સ્ટોરી પણ સાંભળી શકો છો. શરુઆતના દિવસોમાં હેવી વર્કઆઉટ કરશો નહીં, પરંતુ રુટિન કરી શકો. શરુઆતમાં હળવી કસરત કરવાનું રાખો. અઠવાડિયામાં પાંચ દિવસ કસરત અને બે દિવસ રેસ્ટ કરી શકો છો. શક્ય હોય તો લખી રાખો, જેથી તમને ફાયદો થઈ શકે છે. કોઈ ડાયરીમાં નોટ બનાવી રાખો, જે તમને સૂતા-જાગતા યાદ રહેશે. કંઈક નવું શીખવાનું પણ શરુ કરી શકો છો, જે આખું વર્ષ પૂરું થયા પછી ખબર પડશે કે કેટલું મોટું કામ કર્યું હતું.
નવું શીખશો તો પૈસા કમાવવાની પણ તક મળશે અને એના માટે બેસ્ટ ઉપાય છે કે તમારી પસંદની વસ્તુ પસંદ કરો, જેનાથી અર્નિંગ કરવામાં પણ મદદ મળશે અને તમારું મન પણ ખુશ રહેશે. ઉપરાંત, ખોટી આદત અને ખોટા લોકોને પણ તમારાથી દૂર રાખો, જેનાથી તમને થનારું નુકસાન થશે. વધુ પડતા ખર્ચ કરવાનું ટાળો તેમ જ વધુ પડતું આલ્કોહલ યા ધૂમ્રપાન કરવાનું ટાળો તેમ જ ટોક્સિક લોકોથી દૂર રહો જેનો તમને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે.
