December 20, 2025
ટોપ ન્યુઝ

B for Bihar: નરેન્દ્ર-નીતિશનો મેજિક બિહારમાં કઈ રીતે કામ કર્યો?

Spread the love

ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની, નીતિશ કુમાર ફરી સીએમ પદ સંભાળશે, વિપક્ષના આક્ષેપો અને પીએમ મોદીનો બંગાળ ટાર્ગેટ

બિહારના પરિણામો અપેક્ષા બહારના આવ્યા. પંદર વર્ષમાં ફરી નીતિશ કુમારે ચમત્કાર કર્યો અને એનડીએ ગઠબંધનની ઐતિહાસિક વિજય થયો. નરેન્દ્ર-નીતિશ કુમારનો મેજિક કામ કરી જતા કોંગ્રેસની સાથે આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. હજુ પણ વિરોધ પક્ષમાં વોટ ચોર અને બંધારણ બચાવાનો રાગ આલાપ્યો છે. ચૂંટણી પંચની કામગીરી પર આક્ષેપબાજી ચલાવી રાખે છે પણ નીતિશ કુમારે પોતાનો પરચમ લહેરાવતો સંકેત આપ્યો છે ટાઈગર અભી ઝિંદા હૈ.

સૌથી વધુ ભાજપને સીટ મળી
સરકાર બનાવવા માટે ફરી ભાજપના નેતૃત્વની એનડીએ શામ-દંડ અને ભેદની નીતિ અપનાવી જીતી છે, પણ કઈ રીતે એની વાત કરીએ. રાજ્યમાં બેજેપીનો સ્ટ્રાઈક રેટ 90 ટકા સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે જનતા દળ યુનાઈટેડ 83 સીટ પર જીતની પતાકા લહેરાવી છે. ત્રીજા સૌથી મોટા પક્ષ એવા ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ 19 સીટ જીતીને કમાલ કરી છે.

કોંગ્રેસને 6 અને એઆઈએમઆઈએમને પાંચ બેઠક મળી
બીજી મહાગઠબંધનમાં પણ વેરણછેરણ થયું છે, જે અનેપિક્ષિત છે. સીએમ બનવાનું સપનું જોનારા તેજસ્વી યાદવની આરજેડીને 25 સીટ પર સમેટાઈ ગઈ છે, જ્યારે ડેપ્યુટી સીએમ બનવાનું સપનું જોનારા સન ઓફ મલ્લાહ મુકેશ સહાનીની નૌકા પણ ડૂબી છે, જેની પાર્ટી ખાતું ખોલાવી શક્યા નથી. કોંગ્રેસના ફાળે ફક્ત છ બેઠક મળી છે, તેની સામે ઓવૈસીની એઆઈએમઆઈએમને 5 બેઠક મળી છે.

નીતિશ કુમાર ફરી સીએમ બનશે
એઆઈએમઆઈએમ કરતા કોંગ્રેસને એક બેઠક વધુ મળે તેના માટે અનેક કારણો હશે, પણ એક કારણ કોંગ્રેસના નેતાએ બિહારની ગણતરી બીડી સાથે કરી હતી. બી ફોર બીડી, બિહાર પણ જણાવ્યું હતું. આ વાતની કોઈ ગણતરીમાં લીધી નથી. દક્ષિણમાં કોંગ્રેસ જે નીતિને લઈને સાથી પક્ષોને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ વધુ નીચે ઉતરી રહી છે. એનડીએની આગેવાનીમાં નીતિશ કુમાર ફરી સીએમ બની શકે છે. બિહારના ચૂંટણી પરિણામો જીતનારા અને હારનારા માટે એક સ્પષ્ટ સંદેશ છે, જ્યારે તેની દેશના રાજકારણ પર અસર પડી શકે છે.

આગામી ટાર્ગેટ બંગાળનો છે
જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીત માટે બિહારવાસીનો આભાર માન્યો હતો. સાથે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસને પરજીવી, મુસ્લિમ માઓવાદી જણાવી અને કોંગ્રેસમાં ટૂંક સમયમાં વિભાજન થઈ શકે કારણ કે અનેક નેતાઓ નેતૃત્વથી ખુશ નથી. મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે તેમનું આગામી લક્ષ્યાંક બંગાળ જીતવાનું છે.

અસલી ટાઈગર તો નીતિશ કુમાર
તેમણે એમ પણ કહ્યું કે ગંગા બિહારથી વહીને આગળમાં બંગાળમાં વહે છે અને આ વખતે બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકવામાં આવશે. આ વખતે બિહારમાં મહિલાઓ, યુવાનોએ સરકારને અપનાવી છે અને ફરી કટ્ટા સરકાર પાછી ફરશે નહીં. અગાઉ 43 સીટ જીતનારા જનતા દળ (યુનાઈટેડ)એ 85 સીટ જીતીને બીજા નંબરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેનું ઈનામ સીએમ તરીકેનું છે. વિરોધીઓને પણ મેસેજ આપ્યો છે કે બિહારમાં અસલી ટાઈગર નીતિશ કુમાર છે.

પાંચ પાંડવ વિરોધીઓ સામે લડ્યા
બિહારમાં એનડીએમાં સામેલ તમામ પાંચ પક્ષ જાણે પાંચ પાંડવની રીતે વિરોધીઓની સામે લડ્યા અને જીત્યા છે. પાંચ પાંડવ ગણાતા પક્ષમાં બીજેપી, જેડીયુ, એલજેપી (ચિરાગ પાસવાન), એચયુએમ અને આરએલએમનો સમાવેશ થાય છે.

NDAની જીત માટેના મહત્વના કારણ
ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં જીત માટેના કારણમાં એક કરતા પાંચ પક્ષ એકમતે લડ્યા અને જીતવા માટે કમર કસી. મોદીએ નીતિશ કુમાર પર ફરી વિશ્વાસ કર્યો અને નીતિશ સફળ રહ્યા. મોદીનું સૂત્ર મેરા બૂથ સબસે મજબૂત ગેમચેન્જર સાબિત થયું. ભાજપના તમામ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો અને કાર્યકરો ખભાથી ખભા મિલાવીને લડ્યા. પ્રધાનમંત્રીને ચોર કહેવાનું રાહુલ ગાંધી ઊંધું પડ્યું. મોદી પર પર્સનલ એટેક કરવાનું વિપક્ષી પાર્ટીને રીતસર ભારે પડ્યું. 2019માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૌકીદાર ચોર હૈ, જેનો ફટકો લોકસભામાં પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!