December 20, 2025
ધર્મ

કાળી ચૌદસ એટલે અંધકારમાં પ્રકાશનું ‘જાગરણ’, મહત્ત્વ જાણો?

Spread the love


કાળી ચૌદસની રાત્રિ: જ્યોતિષીય શક્તિ અને સાધનાનો સમય


દિવાળી પૂર્વેની આ કાળી ચૌદસની રાત્રિ માત્ર દીવડાં પ્રગટાવવાનો સમય નથી, પરંતુ મનના અંધકારને દૂર કરી આત્મજાગૃતિ મેળવવાનો દિવ્ય અવસર છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે ચંદ્રની શક્તિ નબળી પરંતુ તાંત્રિક ઉર્જા સર્વાધિક પ્રબળ હોય છે. જ્યોતિષ દ્રષ્ટિએ તે રાત્રિ, જયાં આત્મશક્તિ, તંત્ર અને ધ્યાનની દિવ્ય શક્તિ સર્વોચ્ચ થાય છે. દિવાળીની ઉજવણીમાં દરેક દિવસનું પોતાનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ હોય છે ,પરંતુ તેમાં પણ કાળી ચૌદસ (નરક ચતુર્દશી) સૌથી વિશિષ્ટ માનવામાં આવે છે. આ રાત્રિ એ આધ્યાત્મિક ઉર્જા, ગુપ્ત વિદ્યા અને આંતરિક શુદ્ધિ માટેનો ઉત્તમ સમય ગણાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસ ચંદ્રમા અમાવસ્યા ના સંયોગ તરફ વધતો હોય છે, એટલે ચંદ્રશક્તિ સૌથી નબળી પરંતુ તાંત્રિક શક્તિ સૌથી મજબૂત હોય છે, તેથી આ રાત્રિ આત્મશક્તિ, તંત્ર મંત્ર, ધ્યાન અને દેવીઓની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે

જ્યોતિષ દ્રષ્ટિએ કાળી ચૌદસની સ્થિતિ
• તિથિ: કૃષ્ણ પક્ષની ચતુર્દશી
• ગ્રહસ્થિતિ: ચંદ્ર વક્ર અને શક્તિહીન, શનિ અને રાહુની ઉર્જા સક્રિય
• તત્વ: અંધકાર, મુલાધાર (ભૂ તત્વ) ની ઉર્જા વધારે પ્રબળ
• રાત્રિ ઉર્જા: ગુપ્ત વિદ્યા, મંત્રસિદ્ધિ અને સંકલ્પ શક્તિ માટે અનુકૂળ

આ રાત્રિએ મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રની જાગૃતિ માટે ખાસ માનવામાં આવે છે, કારણ કે આ બંને ચક્ર “ભય, અહંકાર અને જીવનશક્તિ”ને નિયંત્રિત કરે છે. આજે રાતના કરી શકાય એવી સાધનાઓ

1. કાળી સાધના / ભદ્રકાળી ઉપાસના
• રાત્રે દક્ષિણ દિશા તરફ મુખ કરીને દીવો પ્રગટાવો।
• “ॐ क्रीं कालिकायै नमः” મંત્રનો 108 વાર જપ કરો।
• આ ઉપાસના ભય, દુર્ભાગ્ય અને અદૃશ્ય શત્રુ શક્તિઓ દૂર કરે છે.

2. હનુમાન સાધના / શनि ઉપાસના
• કાળી ચૌદસ એ શનિદેવ અને હનુમાનજીની કૃપા મેળવવાનો દિવસ ગણાય છે.
• “ॐ हं हनुमते नमः” અથવા “ॐ शं शनैश्चराय नमः”નો જપ કરો.
• તિલનું તેલનો દીવો શનિના યંત્ર કે ફોટા સામે પ્રગટાવો.

3. તંત્ર / મંત્ર સિદ્ધિનો સમય
• જો કોઈ તાંત્રિક અથવા ગુપ્ત વિદ્યા (જેમ કે ભૈરવ ઉપાસના, કુંડલિની જાગૃતિ, રક્ષણ તાબીઝ) શીખી રહ્યા હોય, તો આ રાત્રિ તેનું પ્રારંભ અથવા પુનઃસંસ્કાર માટે ઉત્તમ છે.
• “કાળી ચૌદસ”ની મધ્યરાત્રિ એ “કાળ”ની શક્તિ જાગૃત રહે છે, તેથી સંકલ્પ સાકાર થવાનો સમય છે.

4. ધ્યાન અને ચક્ર સાધના
• “મૂલાધાર ચક્ર” પર ધ્યાન કરો — લાલ પ્રકાશ કલ્પના સાથે “लं” બીજમંત્રનો જાપ।
• આ પ્રક્રિયા ભય, અસુરક્ષા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
• મનની શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે.

5. દીપદાન અને પિતૃ તૃપ્તિ સાધના
• આ રાત્રિ પિતૃઓને દીપદાન કરવું શુભ માનવામાં આવે છે।
• નદી કે આંગણામાં દીવો પ્રગટાવી “ॐ नमो भगवते वासुदेवाय” મંત્ર બોલવાથી અશાંતિ દૂર થાય છે

આધ્યાત્મિક દૃષ્ટિએ ફાયદા
• નકારાત્મક ઉર્જાનો નાશ
• ભય, અવિશ્વાસ અને ઉલઝણથી મુક્તિ
• સંકલ્પશક્તિમાં વધારો
• મનની સ્પષ્ટતા અને આધ્યાત્મિક ઊર્જાનો વિકાસ
• તંત્ર-યોગ-ધ્યાન માર્ગમાં પ્રગતિ

કાળી ચૌદસ – અંધકારમાંથી પ્રકાશ તરફનો સંક્રમણ છે. કાળી ચૌદસનો અર્થ માત્ર “કાળો દિવસ” નહીં, પરંતુ *અંધકાર (અજ્ઞાન)*માંથી પ્રકાશ (જ્ઞાન) તરફનો માર્ગ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આ રાત્રિમાં જે મનુષ્ય પોતાનો ભય જીતી લે છે, તેને જીવનમાં કોઈ અંધકાર સ્થાયી રીતે રોકી શકતો નથી. કાળી ચૌદસ એ માત્ર ભક્તિની નહીં, પણ આત્મજાગૃતિની રાત્રિ છે. સ્કંદ પુરાણ (દિવાળી મહાત્મ્ય અધ્યાય)માં ઉલ્લેખ છે.

“ચતુર્દશ્યામ નિશાયાં તુ યઃ કાળીનામ સમર્ચયેત્ સર્વદોષવિનિર્મુક્તઃ સૌ ભાગ્યસમન્વિતઃ॥”
(સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, દિવાળી મહાત્મ્ય) અર્થ: જે વ્યક્તિ કાળી ચૌદસની રાત્રિએ કાળી અથવા શક્તિ સ્વરૂપા દેવીની આરાધના કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવનમાં શુભફળ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

ઈતિહાસ અને પુરાવા
1.નરકાસુર વધનો દિવસઃ પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે શ્રીકૃષ્ણ અને સત્યભામાએ નરકાસુર નામના અસુરનો વધ કર્યો હતો, જે અંધકાર, અહંકાર અને દુષ્કૃત્યનો પ્રતિક હતો, તેથી આ દિવસ અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવાય છે.

2. શિવ તંત્ર પરંપરામાં
કૌલ તંત્ર અને રુદ્ર યામલ તંત્રમાં ઉલ્લેખ છે કે આ રાત્રિ દક્ષિણ કાળી, ભદ્રકાળી અને ભૈરવી ઉપાસના માટે ઉત્તમ ગણાય છે,
કારણ કે આ સમયે “કાળ તત્વ” (સમયની ગુપ્ત શક્તિ) સક્રિય રહે છે.

૩. મહાવીર સ્વામી જૈન પરંપરામાં પણ ઉલ્લેખ
જૈન આગમોમાં કાળી ચૌદસની રાત્રિ અભય અને આંતરિક વિજયની ઉપમારૂપે માનવામાં આવે છે. આત્માની અવિનાશી શક્તિનો જાગરણ કરવો એ જ કાળી આરાધનાનો સાર છે

કેમ આરાધના કરવી જોઈએ?

કાળી ચૌદસ એ કાળ સમય અને શક્તિના એકીકરણનો ક્ષણ છે. આ સમયે મન અને પ્રકૃતિ બંનેમાં તાંત્રિક તત્વો જાગૃત રહે છે
તેથી આ રાત્રિએ સાધના કરવાથી.
• મનના ભય અને દબાણ દૂર થાય છે
• આત્મશક્તિ વધે છે
• તંત્ર-મંત્ર, યોગ, ધ્યાન જેવા માર્ગોમાં પ્રગતિ મળે છે
• નકારાત્મક ઉર્જા શાંત થાય છે.
આ રાત્રિની ૩ મુખ્ય સાધનાઓ

1 કાળી સાધના:
• મધરાત્રિએ દક્ષિણ દિશામાં મુખ કરીને “ॐ क्रीं कालिकायै नमः” જપ કરો।
• કાળિચક્ર યંત્ર અથવા લાલ ચંદનની દીપશિખા સામે ધ્યાન કરો।
• આ ઉપાસના “ભય વિનાશક” ગણાય છે.

2 ભૈરવ સાધના:
• “ॐ ह्रीं बटुक भैरवाय नमः” નો જાપ કરો
• આ ઉપાસના જીવનના અવરોધ અને અદૃશ્ય વિઘ્નો દૂર કરે છે.

3 આત્મ-ધ્યાન સાધના:
• જમીન પર આસન બેસી મુલાધાર ચક્ર પર ધ્યાન કરો
• લાલ રંગની પ્રકાશલહેર કલ્પના કરો।
• “लं” બીજમંત્રનો ધીમો જાપ કરો।
• આ ઉપાસના આત્મસ્થિરતા આપે છે.

આધ્યાત્મિક અર્થઃ કાળી ચૌદસની રાત્રિ અંધકાર અને પ્રકાશ વચ્ચેની દિવ્ય રેખા છે. આ દિવસે કરેલી આરાધના એ માત્ર દેવી-પૂજન નહીં, પણ “આત્માની ગુપ્ત શક્તિ સાથેનો સંવાદ” છે. જેમ કાળી દેવી અંધકારમાં પ્રકાશ ફેલાવે છે. એ રીતે મનુષ્ય પોતાનાં ભય અને નકારાત્મકતા પર વિજય મેળવે છે

શ્લોક – દેવી મહાત્મ્યમાંથી (કાળી સ્તુતિ):
“या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥”
અર્થ: દેવી સર્વ ભુતોમાં શક્તિ રૂપે નિવાસ કરે છે, તેણે વારંવાર નમન છે, કારણ કે એ જ શક્તિ અંધકારને પ્રકાશમાં રૂપાંતરિત કરે છે

નિષ્કર્ષ: કાળી ચૌદસ એ “ભયની રાત્રિ” નથી તે ભય પર વિજય મેળવવાની રાત્રિ છે.
જ્યોતિષ દૃષ્ટિએ આ દિવસ અમાવસ્યાથી પૂર્વનો છે, અર્થાત્ પ્રકાશ ઉત્પન્ન થવાનો સંકેત.

લેખ: જયોતિષાચાર્ય ह्रीं ચિંતના શ્રીજી (ભક્તિ સૂરી સમુદાય)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!