રાત્રે 10 વાગ્યા પછી ટોઇલેટ ફ્લશ કરવું ‘ગુનો’ ગણાય છે? જાણો ક્યાં લાગુ કરાયો છે આ નિયમ…
આઈ નો આઈ નો હેડિંગ વાંચીને તમે ચોંકી ગયા હશો કે ભાઈસાબ આવું તે કંઈ હોય? રાતના 10 વાગ્યા પછી ટોઈલેટ ફ્લશ કરવાથી એવું તે શું થઈ જાય છે કે ગુનો બની જાય છે અને એના માટે સજા પણ ફટકારવામાં આવે છે? આખરે કયો છે આ દેશ કે જેણે આવો વિચિત્ર લાગતો નિયમ લાગુ અમલમાં મૂકવામાં આવ્યો છે? આવા તે કંઈ કેટલાય સવાલો ફૂલ સ્પીડમાં તમારા મગજમાં દોડવા લાગ્યા હશે તો ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આ વિશે.
દુનિયાના સેંકડો દેશોમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હોય છે કે જે આપણને વાંચવામાં કે સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે. આજે અમે અહીં તમને આવા જ એક દેશ અને તેના વિચિત્ર નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે જે દેશની વાત કરી રહ્યા છીએ એ દેશ છે ધરતી પરનું સ્વર્ગ ગણાતું સ્વિટઝર્લેન્ડ.
જી હા, દુનિયાના સૌથી સુંદર ગણાતા દેશ સ્વિટઝર્લેન્ડમાં રાતના 10 વાગ્યા બાદ ટોઈલેટમાં જઈને ફ્લશ કરવાની મનાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નિયમ દરેક એપાર્ટમેન્ટ માટે લાગુ કરવામાં આવ્યો છે. આ દેશમાં રાતના 10 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી સાયલન્સ ટાઈમ માનવામાં આવે છે અને એટલે જ આ સમય દરમિયાન અહીં ફ્લશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
વાત કરીએ આ વિચિત્ર લાગતો નિયમ બનાવવા પાછળના કારણની તો અહીંના લોકોનું એવું માનવું છે કે આ સમયે ફ્લશિંગને કારણે સૌથી વધારે અવાજ થાય છે. જેને કારણે સામુદાયિક શાંતિ રાખવી એ આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ છે. સ્વિટઝર્લેન્ડમાં આવો કોઈ સરકારી નિયમ નથી, પરંતુ લોકો ત્યાંના લોકો આ મુદ્દા વિશે ખૂબ જ જાગરૂક છે અને તેઓ સંબંધિત એપાર્ટમેન્ટમાં આવા આદેશોનો અમલ કર્યો છે, જેનું તેઓ ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે.
અહીંના મકાન માલિકો પણ પોતાના ભાડુઆતને આ નિયમ વિશે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. આ સાથે સાથે જ સોસાયટીમાં નવા ફ્લેટ કે મકાન ખરીદનારા લોકોને પણ આ નિયમ વિશે જણાવવામાં આવે છે. જે લોકો આ નિયમ માનવાનો ઈનકાર કરે છે એ લોકોને ફ્લેટ ભાડે આપવાનો ઈનકાર કરવામાં આવે છે. મજાની વાત તો એ છે કે સોસાયટીના આ નિયમની વચ્ચે લોકલ પોલીસ દ્વારા દખલગિરી નથી કરવામાં આવતી. ચોંકી ઉઠ્યાને સ્વિટઝર્લેન્ડના આવા વિચિત્ર નિયમ વિશે જાણીને? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો આ માહિતી. આવી જ બીજી અજબ-ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
