દુનિયાની એકમાત્ર ‘લંગર ટ્રેન’, 33 કલાકમાં 2,000 કિલોમીટરનું કાપે છે અંતર
આ ટ્રેન નહીં પણ શિખ પરંપરાનું પ્રતીક છે, જે નાંદેડથી અમૃતસરને જોડે છે
ભારતીય રેલવેમાં અનેક ટ્રેન રોજ હજારો કિલોમીટરથી દૂર પોતાના ડેસ્ટિનેશન પર પ્રવાસીઓને પહોંચાડે છે. ભારતીય રેલવેમાં અત્યારે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે વંદે ભારત ટ્રેને દેશના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી પણ છે. દેશમાં ઈન્ટરસિટી ટ્રેનો પણ દોડાવાય છે, પણ દેશમાં એક એવી ટ્રેન દોડાવાય છે જેની તમને ખબર નહીં હોય.
ભારતીય રેલવેમાં એક એવી અનોખી ટ્રેન છે, જે 2000 કિલોમીટર સુધીની સફર કરે છે, જ્યારે તેની મુસાફરીમાં પણ પૈસા આપવામાં આવતા નથી. આ ટ્રેનનું નામ છે સચખંડ એક્સપ્રેસ. આ ટ્રેન નહીં, પણ શિખ પરંપરાનું જાણે ‘મોબાઈલ લંગર’ છે, જે કદાચ દુનિયાની એકમાત્ર ટ્રેન હશે, જેમાં આ પ્રકારે લંગરની વ્યવસ્થા હોય છે.
સચખંડ એક્સપ્રેસ ફક્ત એક ટ્રેન નથી, પરંતુ ધાર્મિક ભાવનાનું પ્રતીક છે. આ ટ્રેન શિખોના સૌથી પવિત્ર યાત્રાધામ નાંદેડના હજુર સાહિબ ગુરુદ્વારા અને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને જોડે છે. સચખંડ એક્સપ્રેસ (12715-12716) મહારાષ્ટ્રના નાંદેડથી લઈ પંજાબના અમૃતસર સુધી દોડાવાય છે. 33 કલાકની મુસાફરીમાં આ ટ્રેન કૂલ 2,000 કિલોમીટરનું અંતર કાપે છે.
મહારાષ્ટ્રથી પંજાબ વચ્ચે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યને પણ જોડે છે. સચખંડ એક્સપ્રેસના હોલ્ટ સ્ટેશન 37-30 છે. પહેલી નજરે તો આ ટ્રેન સામાન્ય ટ્રેનના માફક લાગે છે, પરંતુ જ્યારે લંગર લાગે ત્યારે ગુરુદ્વારા જેવો માહોલ જોવા મળે છે.
સચખંડ એક્સપ્રેસની વિશેષતાની વાત કરીએ તો એ પ્રવાસીઓ માટે પણ વરદાનસમાન છે, જે લોકોએ લાંબી મુસાફરી કરે છે. મુસાફરી વખતે ખાવાપીવાનો હજારો રુપિયાનો ખર્ચ ઝીરો છે. પ્રવાસીઓના પૈસા બચાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક અનુભવ કરાવે છે.
